Narmada Canal Water News: આકરા ઉનાળાની શરૂઆત પહેલા જ સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. નર્મદા વિભાગે પાણી છોડવાની અને કેનાલના ભરોસે ઉનાળું પાક ના કરવાની તાકીદ કરી છે. નર્મદા વિભાગે સૂચન કર્યુ છે કે, આગામી 15 માર્ચથી સૌરાષ્ટ્ર અને કચ્છની નર્મદા કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. આ સાથે જ કુલ પાંચ જિલ્લાના ખેડૂતોના પાક પર અસર પહોંચશે, ઉનાળુ પાકમાં પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે.
ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. માર્ચ માહિનામાં અત્યારથી મે મહિના જેવી આકરી ગરમી પડી રહી છે. સામાન્ય માણસોની સાથે સાથે હવે ખેડૂતો માટે પણ માઠા સમાચાર સામે આવ્યા છે. તાજા માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 15 માર્ચથી કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવામાં આવશે. નર્મદાનું પાણી બંધ થતાં જ ઝાલાવડના 300 ગામ ઉપરાંત કુલ પાંચ જિલ્લામાં ખેડૂતોના પાક પર ખતરો ઉભો થશે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગર, રાજકોટના ખેડૂતોને પાણી નહીં મળે. સૌરાષ્ટ્ર- કચ્છમાં નર્મદાનું પાણી પૂરૂ પાડતી કેનાલોમાં પાણી બંધ કરવામાં આવશે. હાલમાં સૌરાષ્ટ્ર- કચ્છને પાણી પૂરૂ પાડતા ધોળીધજા ડેમ છલોછલ છે. જોકે, નર્મદા વિભાગે ખેડૂતોને પહેલાથી જ તાકીદ કરી છે કે, કેનાલના ભરોસે ઉનાળુ કે અન્ય પાકનું વાવેતર ના કરવું.
આ પણ વાંચો
Crime: અમરેલીમાં દુષ્કર્મઃ પિતાએ સગીર દીકરીની અલગ-અલગ રૂમમાં લઇ જઇ આચર્યુ દુષ્કર્મ