રાજકોટઃ રંગીલા રાજકોટમાંથી ફરી એક વખત સ્પાના ઓઠા હેઠળ ચાલતું કુટણખાનુ ઝડપાયું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા રેડ કરી એક શખ્સની ધરપકડ કરી છે. સ્પામાં દેહવ્યાપારના દલદલમાં ફસાયેલી ત્રણ પરપ્રાંતિય યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે.


પોલીસે સ્થળ પરથી 2 મોબાઈલ ફોન, સીસીટીવી કેમેરાનું ડીવીઆર, સ્પાની રજીસ્ટર બુક અને રોકડ રકમ મળી કુલ 11200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં અન્ય એક વ્યક્તિનું નામ સામે આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર અહેવાલ મુજબ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીએસઆઈ એમ.એસ.અંસારી, એ.એસ.આઈ હરપાલસિંહ, હેડ.કોન્સ બકુલભાઈ, કોન્સ્ટેબલ મહંમદ અઝરુદ્દીનભાઈ, મહિલા કોન્સ્ટેબલ સોનાબેન મુળીયા, ભૂમિકાબેન ઠાકર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, 150 ફૂટ રિંગ રોડ પર મવડી રોડ નજીક ન્યૂ જલારામ સોસાયટીમાં આવેલી ICICI બેંક પાસે આવેલા નીલા સ્પા નામના મસાજ-સ્પા સેન્ટરમાં સ્પાના ઓઠા હેઠળ દેહવ્યાપારનો ધંધો ચાલે છે.