રાજકોટ: ગોંડલ પાસેથી અમૂલ દૂધના વાહનમાંથી પોલીસે 91 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jun 2020 04:24 PM (IST)
અમૂલ દૂધના વાહનામાં આગળ દૂધના કેરેટ રાખી પાછળના ભાગે દારૂની પેટીઓ સંતાડવામાં આવી હતી.
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલના વાસાવડ ચોકડી પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. બુટલેગરોએ દારૂની હેરાફેરી કરવા માટે નવો કીમિયો અપનાવ્યો છે. અમૂલ દૂધના વાહનામાં આગળ દૂધના કેરેટ રાખી પાછળના ભાગે દારૂની પેટીઓ સંતાડવામાં આવી હતી. રાજકોટ LCBએ રેડ કરી સફળતા પૂર્વક અમૂલ દૂધની બોલેરોમાંથી 91 પેટી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બોલેરો સહિત 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રૂરલ LCBએ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. રૂરલ LCBએ ઈલિયાસ હુસેનભાઈ કેડાની ધરપકડ કરી છે. અંદાજીત 9 લાખના મુદ્દામાલને રાજકોટ LCBએ ઝડપી પાડ્યો છે. પોલીસે વધુ બે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.