રાજકોટઃ ગુજરાતમાં હાલ, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને જન્માષ્ટમી નજીક આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પછી પોરબંદરમાં પણ જન્માષ્ટમીને લોકમેળો રદ કરી દેવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા યોજાતો મેળો રદ કરાયો છે. પોરબંદર-છાયા સયુંકત નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ બાદ પોરબંદરનો લોક મેળો પ્રખ્યાત છે.
આ વખતે રાજકોટમાં રેસકોર્ષ ખાતે યોજાનાર લોકમેળો નહીં યોજાય. રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ખાનગી મેળાઓને પણ મંજૂરી નહિ મળે. કોરોના કાળને લઇને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્માષ્ટમી પર આ વર્ષે લોકમેળો નહીં યોજાય. 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં મેળા નહીં યોજાય.
સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ છે. શ્રાવણ મહિનામાં 5 દિવસ કરવામાં મેળાનું આયોજન આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મેળાની મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ ચાલુ સુધી હોય છે.
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળાને લઈ મોટા સમાચારઃ રાજકોટ પછી કયા શહેરમાં પણ નહીં યોજાય મેળો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2020 02:08 PM (IST)
રાજકોટ પછી પોરબંદરમાં પણ જન્માષ્ટમીને લોકમેળો રદ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ બાદ પોરબંદરનો લોક મેળો પ્રખ્યાત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -