રાજકોટઃ સાતડા ગામના વિદ્યાર્થીનો ઓડિયો વાયરલ થયો છે. ખાનગી શાળાની દાદાગીરી વધુ એક વખત સામે આવી છે. વિદ્યાર્થીએ પોતાના પિતાને આપી ચીમકી. શાળાના આચાર્યએ ફી રોકડમાં ભરવા દબાણ કર્યું. સાતડા ગામની સરદાર શાળા તંત્રએ રોકડ ફીની માંગ કરી. બેસવાની ના પડતા વિદ્યાર્થીએ પિતાને કૉલ કર્યો હતો. તેમજ વિદ્યાર્થીએ આપી કુવામાં પડી જવાની ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર મામલે તપાસ શરૂ થઇ છે. એક સપ્તાહ પહેલા તપાસ પૂર્ણ કરવા શિક્ષણાધિકારીનો આદેશ.

Continues below advertisement

વિદ્યાર્થી પિતાને ફોન પર કહી રહ્યો છે કે, સાહેબ પરીક્ષામાં બેસવા નથી દેતા. પિતાએ કેમ એવું પૂછતાં દીકરાએ કહ્યું કે, રોકડી ફી લઈ આવ. પિતાએ ચેકનું કહેવાનું કહ્યું તો વિદ્યાર્થી કહી રહ્યો છે કે તેમણે ના પાડી અને રોકડી ફી લઈ આવવા કહ્યું હોવાનું જણાવ્યું. તેમજ કહ્યું કે, હવે હું કૂવામાં પડવા જાઉ છું. પિતાએ કહ્યું કે, એવો ધંધો નો કરતો, તું ક્યાં છો. તો દીકરો કહે છે કે, હું સુરેશભાઈની દુકાને છું. આ પછી પિતા દુકાનદાર સાથે વાત કરે છે અને હું આવું છું અને ક્યાંય ન જવા દેવાનું કહ્યું. 

JUNAGADH : જૂનાગઢમાં હત્યાની હડકંપ મચાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢમાં ત્રણ શખ્સોએ એક યુવાનની નિર્દયતાપૂર્વક હત્યા કરી તમામ પુરાવાઓનો નાશ કરી મૃતકના મૃતદેહને ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો હતો, જેના હાડકા મળી આવતા હડકંપ મચી ગયો છે. ખુલ્લી જગ્યામાં  માનવ કંકાલ મળી આવતાચકચાર મચી જવા પામી હતી.

Continues below advertisement

અજય કોળી, સંજય આદિવાસી અને એક સગીર  સહિત ત્રણ શખ્સોએ હત્યાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ મૃતક સંજય ચૌહાણનું મોટરસાઇકલ  પણ તળાવમાં ફેંકી દીધું હતું. ઘણા દિવસો સુધી મૃતક સંજય ચૌહાણ ઘરે ન આવતા તેમના પરિવારજનોએ મૃતક ગમ થયા હોવાની પોલિસ ફરીયાદ નોંધાવી હતી.

બાદમાં પોલીસે કોલ ડીટેલના આધારે આરોપીઓ સુધી પહોંચી તેમની ધરપકડ કરી હતી.આ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીની ઘરપકડ કરી અને સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ત્રણ યુવાનોએ મળીને પથ્થરના ઘા ઝીંકીને આ યુવાનની હત્યા કરી હતી અને બાદમાં તેનો મૃતદેહ જંગલ વિસ્તારમાં ફેંકી દીધો હતો. આરોપીઓએ હત્યા બાદ તમામ પુરાવાનો નાશ કર્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં આરોપી સંજય આદિવાસીની પિતરાઈ બહેન જોડે મૃતકનાં પ્રેમ સંબંધ હોવાના કારણે તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસ આ મામલે અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરી મૃતકના માનવ કંકાલના રિપોર્ટના આધારે આગળની તપાસ હાથ ધરશે.