કેવી રીતે ભણશે ગુજરાત? રાજકોટ જિલ્લામાં પુસ્તકો ન મળતા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય પર સવાલ

રાજકોટ જિલ્લાની સરકારી સ્કૂલોમાં ધો.6થી 8માં લગભગ 42 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજકોટ જિલ્લા પંચાયતની 4 તારીખે સભા હતી.

Continues below advertisement

Rajkot News: રાજકોટ જિલ્લામાં પુસ્તકો ન મળતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઉભા થયા છે. સરકારી સ્કૂલોમાં ધો.6થી 8નું બીજું સત્ર ચાલુ થઇ ગયાના બે માસ કરતા વધુ સમય વીતી ગયા બાદ પણ હજુ સુધી મોટાભાગની સ્કૂલોમાં અંગ્રેજી અને હિન્દીના પુસ્તકો નથી મળ્યા.

Continues below advertisement

રાજકોટ જિલ્લાની સરકારી સ્કૂલોમાં ધો.6થી 8માં લગભગ 42 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજકોટ જિલ્લા પંચાયતની 4 તારીખે સભા હતી. જેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પાઠ્ય પુસ્તકોની ઘટ છે. તપાસ કરતા ધોરણ 7ના હિન્દીનાં પુસ્તકની ઘટ હતી. અન્ય પાઠ્ય પુસ્તકની ઘટ અંગે પણ તપાસ કરવામાં આવી, કોમ્યુનિકેશન ગેપને લઈને ઘટ હતી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું કહેવું છે કે આ અંગે ગાંધીનગર વિગતો મોકલવામાં આવેલી છે. આજે પુસ્તકો આવી જશે અને આવતીકાલ સુધીમાં પહોંચી જશે. સાથે જ કહેવું છે કે જિલ્લા ખાતે 354 ઓરડાની ઘટ અંગે સરકારમાં મોકલી આપવામાં આવી છે. રૂમની ઘટ એ સામાન્ય પ્રક્રિયા, જેને લઇને સતત કાર્યવાહી થાય છે. તો જ્યાં 423 શિક્ક્ષકોની ઘટ છે તે જગ્યાઓ જ્ઞાન સહકાયની નિમણુક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એ પણ ટુંક સમયમાં પૂર્ણ થશે તેવો દાવો કર્યો છે.

ક્યાં કેટલા પુસ્તકોની ઘટ

જસદણ વિસ્તારમાં ધોરણ-7 હિન્દી વિષયના 722 પુસ્તકોની ઘટ

જસદણ વિસ્તારમાં ધોરણ-7 અંગ્રેજી 693 પુસ્તકોની ઘટ

જસદણ વિસ્તારમાં ધોરણ-8 હિન્દી 116 પુસ્તકોની ઘટ

જેતપુરમાં વિસ્તારમાં ધોરણ-7 હિન્દીના 35 પુસ્તકોની ઘટ

Continues below advertisement
Sponsored Links by Taboola