Gujarat Rain: આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે. બુધવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ જોવા મળી હતી. રાજ્યના અનેક વિસ્તારમાં અવિરત વરસાદ પડ્યો છે તો અનેક વિસ્તારમાં જળબંબાકરની સ્થિતી જોવા મળી છે. આ વરસાદ આજે પણ અવિરત વરસી રહ્યો છે. ત્યારે સવારના બે કલાકના આંકડા સામે આવ્યા છે જેમાં અનેક વિસ્તારમાં બારેમેઘ ખાંગા થયા છે. સવારના બે કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ પડ્યો છે.
સવારના બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
8 વાગ્યા સુધીમાં જૂનાગઢના માંગરોળમાં સાડા પાંચ ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં માળીયા હાટીનામાં સવા ચાર ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પોણા ચાર ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં વલસાડના વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં સુત્રાપાડામાં અઢી ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં વલસાડના પારડીમાં દોઢ ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં જામનગરના ધ્રોલમાં સવા ઈંચ વરસાદ
8 વાગ્યા સુધીમાં કેશોદ, કોડીનાર, મેંદરડામાં પોણો પોણો ઈંચ વરસાદ
જુનાગઢના માળીયા અને માંગરોળમાં બારેમેઘ ખાંગા થયા છે. માંગરોળ તાલુકામાં 4 થી 6 વાગ્યા સુધીમાં 138 મીલીમીટર વરસાદ નોંધાયો જ્યારે માળીયા હાટીના તાલુકામાં 104 મિલિમિટર નોંધાયો છે. ભારે વરસાદને પગલે ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી રહી છે. વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે.
ક્યાંક લોકોનાં ઘરોમાં પાણી ઘુસ્યા તો ગામડાઓમાં તમામ રસ્તાઓ બંધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. એટલું જ નહીં હજુપણ ધોધમાર વરસાદ યથાવત છે ત્યારે સ્થિતી વધારે ખરાબ થઈ શકે છે.
માંગરોળ તાલુકાના માંગરોળ કેશોદ હાઈવે તેમજ વેરાવળ હાઇવે અને પોરબંદર હાઇવે સહીતના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ માળીયા હાટીના તાલુકાની મેઘલ નદી ઉફાન પર છે. જ્યારે માળીયા તાલુકાના લાઠોદ્રા ગામે જોરદાર પુર ને કારણે પુલ તૂટ્યો છે.
પુલ તૂટતા ગાગેચા, રંગપુર, કારવાણી ગામ નો સંપર્ક માળીયા તાલુકા સાથે તૂટ્યો તેમજ નદી ની બીજી તરફ રહેતા ખેડૂતોની અવર જવર બંધ થઈ ગઈ છે.
માંગરોળ નજીક આવેલ નોળી નદિ તેમજ માળીયા હાટીના મેધલ નદિ અને વ્રજમી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદિના નીચાણવાણા ગામોને એલર્ટ કરાયા છે. નદિના પટાંગણમાં અવળજવર ના કરવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.