સૌરાષ્ટ્રના ગોંડલ, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ, ખેડૂતોમાં ચિંતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 May 2020 06:34 PM (IST)
સૌરાષ્ટ્રના ગોંડલ, અમરેલી અને ગીર સોમનાથના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગોંડલ તાલુકાના પીપળીયા, રીબ, નાના ઉમવાળામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગોંડલના ગુંદાળા મા વાવાજોડા સાથે વરસાદ પડ્યો હતો. ગોંડલ તાલુકામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાંભા ગીરના પચપચીયા, ચકરાવા, કંટાળા, બોરળા, આંબલિયાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાક અને કેરીના પાકને નુકશાન થયું છે. સૌરાષ્ટ્રના ગોંડલ, અમરેલી અને ગીર સોમનાથના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ઉનાના તુલસીશ્યામ રેંજના સરહદી ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે કેસર કેરીના પાકને નુકશાન થયું છે.