રાજકોટ: જેતપુર એક વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેતપુરના અમરનગર રોડ પર રહેતા RRKસોડાના માલિકે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સોડાના કારખાનામાં જ વેપારીએ વહેલી સવારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક સંકડમણના કારણે વેપારી રાજેશ જયસ્વાલે આ પગલુ ભર્યું હોવાની વાત સામે આવી છે. વેપારીના મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છે.

Continues below advertisement


મહિસાગર: સગા દીકરાએ માતા-પિતા પર કર્યો ખુની હુમલો, પિતાનું મોત
મહિસાગર: સંતરામપુર તાલુકાના બુગડ ગામમાંથી હત્યાની એક ચકટારી ઘટના સામે આવી છે. જેમાં પુત્રએ પિતાની હત્યા કરી છે. ધાબા ઉપર સુઈ રહેલ માતા પિતા પર પુત્રએ દસ્તા વડે હુમલો કર્યો હતો. પુત્ર દ્વારા લોખંડના દસ્તા વડે હુમલો કરવામાં આવતા પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે માતાને ગંભીર ઇજા પહોંચી છે. આરોપીનું નામ છગન છે અને તે હાલમાં ફરાર છે. પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


બસમાં સીટ માટે બે મહિલાઓમાં થયો ઝઘડો, એક બીજાને થપાટો મારી વાળ ખેંચ્યા


Chandigarh: ​​પંજાબ રોડવેઝની બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી શરૂ થઈ ગઈ છે. ભગવંત માનની સરકારે પંજાબમાં મહિલાઓને રોડવેઝ બસોમાં મફત મુસાફરીની સુવિધા આપી હતી, પરંતુ તે મુજબ રોડવેઝ બસોની સંખ્યામાં વધારો કર્યો નથી. પરિણામે બેઠકોનો અભાવ લોકો માટે નવી સમસ્યા બની હતી. ગરમીના કારણે જ્યાં લોકો પહેલેથી જ પરેશાન છે ત્યાં બસમાં સીટોના ​​અભાવે મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. લેટેસ્ટ વીડિયો પંજાબ રોડવેઝ બસનો છે. પંજાબ રોડવેઝમાં એક સીટ માટે બે મહિલાઓ વચ્ચે ઝઘડાનો વીડિયો હાલમાં જ સામે આવ્યો છે.બસમાં સીટ માટે બે મહિલાઓમાં ઝઘડો થયો, જેમાં આ મહિલાઓએ  એક બીજાને થપાટો મારી અને વાળ ખેંચ્યા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 


આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા અને એક આધેડ મહિલા રોડવેઝની બસમાં સીટ માટે જોરદાર લડાઈ કરી રહેલી દેખાઈ રહી છે. બસ સ્ટેન્ડ પર ઉભેલી બસમાં બંને વચ્ચેની લડાઈ દરમિયાન લોકો તમાશો જોઈ રહ્યા છે. કેટલાક લોકો પોતાના મોબાઈલથી વીડિયો પણ બનાવી રહ્યા છે. વીડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ નથી, પરંતુ બસમાં બેઠેલી એક નવપરિણીત અને અન્ય કેટલીક મહિલાઓ લડતી બે મહિલાઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. જે સરકારી બસમાં બંને મહિલાઓ એકબીજાના વાળ ખેંચી રહી છે તેમાં અન્ય તમામ મુસાફરો પણ મહિલાઓ છે.