Rajkot News: રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું. જેથી તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. નિદાન કરતા શ્વાસનળીમાં સીંગદાણો ફસાયો હોવાનું ખુલ્યું હતું. ડોક્ટરે દૂરબીનથી ઓપરેશન કરી સીંગદાણો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતા.


બાળકને સૂતાં-સૂતાં કોઈ વસ્તુ ખવડાવવી જોઈએ નહીં


બાળકોમાં સૌથી વધુ 3થી 5 વર્ષનાં બાળકોમાં સીંગદાણા, ચણા, રમકડામાં આવતો નાનો એલઇડી બલ્બ, સ્ક્રૂ, પથ્થર જેવી વસ્તુઓ કાઢવાનાં પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં 12થી 15 અને અન્ય વિભાગોમાં મળીને 50 કેસમાં 10માંથી 7 કિસ્સામાં સીંગદાણા કે તેનો ટુકડો હોય છે. જેથી પરિજનોએ નાના બાળકને આવી વસ્તુ ન રમે તેની તકેદારી રાખવી, સૂતા સૂતા, રમતા રમતા બાળકને ક્યારેય કંઈ ખવડાવવું જોઈએ નહીં.


ગરમીનો પારો વધતાં 108ને મળતાં કોલમાં થયો વધારો


રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો વધતા 108ને મળતાં કોલમાં વધારો થયો છે. છેલ્લા બે સપ્તાહમાં ગુજરાતમાં 14 ટકા અને અમદાવાદમાં 21 ટકા વધુ કોલ મળ્યા છે. બેભાન થવાના, લુ લાગવાના અને હિટ સ્ટ્રોક લાગવાની વ્યાપક ફરિયાદો 108ને મળી છે. બે સપ્તાહ અગાઉ ગુજરાતભરમાંથી ગરમીને લગતા 1400 જેટલા કોલ મળ્યા હતા, જે ગત સપ્તાહે 1500ને પાર થયા છે. આ જ રીતે બે સપ્તાહ અગાઉ અમદાવાદમાં 2100 જેટલા કોલ મળ્યા જે ગત સપ્તાહમાં 2300 ને પાર પહોંચ્યા છે.


ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે. અમદાવાદમાં  જાણે આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે.   આજે ગઈકાલે રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું.  અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.   કંડલા,  સુરેન્દ્રનગર, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના કુલ 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.  જો કે  રાહતની વાત એ છે કે  આગામી પાંચ દિવસ તાપમાનનો પારો નીચે જશે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. અમદાવાદમાં રવિવારે એક જ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.  આજથી બે દિવસ યલો એલર્ટ અપાયું છે.  હવામાન વિભાગના મતે પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. નિષ્ણાતોના મતે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.