રાજકોટ : 8 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ ઘટના બની હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટના નવાગામ પાસે ઘટના બની છે. સગીરે દુકાનમાં પુરીને 8 વર્ષ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરિવારે 8 વર્ષની દીકરીને ડિટર્જન્ટ પાવડર લેવા મોકલી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. કુવાડવા પોલીસ દ્વારા સમગ્ર અમ્માલે ફરિયાદ નોંધી મહિલા પોલીસ મથકને તપાસ સોંપી હતી.
પાલિતાણાઃ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આઠ દિવસમાં બે હિંદુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જવા મામલે શહેરીજનોમાં આક્રોશ ફેલાયો હતો. આ ઘટનાઓના વિરોધમાં પાલિતાણામાં હિંદુ સંગઠનોએ બજારો સજ્જડ બંધ રાખ્યા હતા. આ મામલે હિંદુ સંગઠનોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓ પણ બજારો બંધ કરી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
હિંદુ સંગઠનના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી કે જો કોઈ કાર્યવાહી ન કરાઇ તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો પાલિતાણા પોલીસનું કહેવું છે કે આ મામલે જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ છે. આ બનાવમાં તથ્ય શું છે. તેને લઈ તપાસ ચાલું છે. આ ઘટનાના વિરોધમાં વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને લવજેહાદને લઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જો આગામી દિવસમાં કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ હિંદુ સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ પોલીસે જણાવ્યું કે આ કેસમાં હાલ તો જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે, તેના આધારે તપાસ ચાલી રહી છે.
હાલોલ નગરપાલિકામાં તમામ કોર્પોરેટરોને નોટિસ
ચોંકાવનારી વાત તો એ છે ખુદ ભાજપના નગર સેવકે જ રિઝનલ મ્યુનિસિપલ કમિશનર અને વિજીલંસ કમિશનરને રજૂઆત કરી હતી અને પાલિકામાં વિકાસના કામોમાં નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. બાદમાં વિજિલન્સ કમિશનરે તપાસ હાથ ધરી હતી. નગર પાલિકામાં વર્ષ 2013થી 2020 સુધીમાં આશરે 13 કરોડના વિકાસના કામ કરાયા છે જેમાં નિયમોને નેવે મૂકી અને ટેંડર પ્રક્રિયા વિના જ વર્ક ઓર્ડર એજંસીને ઈશ્યું કરાયા હોવાનો પણ ખુલાસો થયો હતો.