Rajkot: રાજકોટમાં સરકારી દવાઓ બારોબાર વેચી મારવાના કૌભાંડમાં જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. રાજકોટમાં GMSCL વેરહાઉસમાં ગેરરીતિ મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે આ કૌભાંડ માટે જવાબદારો સામે GMSCL પોલીસ ફરિયાદ નોંધાવશે મફત દવા પર ખોટા સ્ટીકર લગાવીને વેચી દીધાનો વેર હાઉસ સંચાલક પ્રતિક રાણપરા પર આરોપ છે. રાજકોટ વેરહાઉસના પ્રતિક રાણપરા તેમજ ઇન્ચાર્જ ડેપો મેનેજર ઇન્દ્રજીત સોલંકી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવશે.




મળતી જાણકારી અનુસાર, વેરહાઉસના સંચાલક  પ્રતિક રાણપરા, ઈન્દ્રજીત સોલંકી વિરૂદ્ધ FIR દાખલ કરાશે.ઓત્સુકા ફાર્મા. કંપનીના દવાનો જથ્થાનો પ્રતિક રાણપરાએ સ્વીકાર કર્યો હતો. MRP સાથે દવાનો જથ્થો કંપનીએ સપ્લાય કર્યો હતો. ઈન્દ્રજીત સોલંકી, કમાલે સ્ટીકર લગાવવાની કામગીરી કરી હતી. સમગ્ર મામલે મોડી સાંજ સુધીમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.

રાજકોટ વેર હાઉસ ખાતે સરકારી અધિકારીને જ મેનેજર તરીકે રાખવામાં આવશે. આઉટ સોર્સના વ્યક્તિને મેનેજર તરીકેની જવાબદારી સોંપવામાં આવશે નહી.રાજકોટ દવા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મેનેજર પ્રતિક રાણપરાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સેટિંગ હોવાની પણ આશંકા છે. તે અધિકારીઓ સાથે મળી દવાનો કાળો કારોબાર કરતો હોવાની પણ આશંકા સેવાઇ રહી છે.


નોંધનીય છે કે પ્રતિક રાણપરા ખાનગી ઓફિસથી સરકારી દવાનું વેચાણ કરતો હતો. 3 ટકા પેનલ્ટી ન લગાડવા બદલ કંપનીઓ પાસેથી લાંચ લેતો હતો. પ્રાથમિક તપાસમાં મેનેજરે પેનલ્ટીથી બચાવવા કાંડ આચર્યાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ બાદ મેનેજર પ્રતિક રાણપરા અને સ્ટાફને છૂટ્ટા કરી દેવામાં આવશે.  ગાંધીનગરની ટીમ હવે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરી રહી છે.


ગોડાઉનના મેનેજર પ્રતિક રાણપરા પોતાનો મેડિકલ સ્ટોર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના નામે પહોંચ મળતા સિવિલ સુપ્રીટેન્ટે ખુલાસો કરતા કહ્યું કે, અમારે આ મામલે કંઈ લેવાદેવા નથી.


MSCLના વેર હાઉસમાં કૌભાંડ થતું હતું. ખાનગી કંપનીની દવાઓમાં સ્ટીકર મારીને સરકારી દવા બારોબાર વેચવાની શંકાના આધારે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. વેરહાઉસ મેનેજર પ્રતીક રાણપરાની દેખરેખમાં આ ગોરખધંધો ચાલતો હતો. સ્ટોક ચોપડે ચડી ગયા બાદ સ્ટીકર ફરી ઉખેડી બારોબાર દવા વેચવામાં આવતી હોવાની શંકા છે. GMSCL સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રમાં આ દવા મોકલે છે. આ દાવાઓમાં ગુજરાત સરકારના ઉપયોગ માટેનું લેબલ લાગેલું હોય છે. GMSCL વેરહાઉસથી મોકલેલી દવાઓમાં કિંમત છપાયેલી ન હોય પણ આ દવામાં કિંમત લખેલી હતી