રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને અનેક લોકોએ કોરોનામાં જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે હવે કોરોના પછી મ્યુકોરમાઇકોસિસે પણ કહેર મચાવ્યો છે. રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના 300 કરતા વધુ કેસ છે. કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા દર્દીને જોખમ ખૂબ જ વધી જાય છે અને બચવાની શકયતાઓ ખૂબ જ ઓછી છે. છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો છે.


આ રોગના રોકવા માટે મુખ્ય ઇન્જેકશન જ રાજકોટમાં ક્યાંય નથી. છેલ્લા ત્રણ દિવસથી ઇન્જેશન ન હોવાથી દર્દીના સગા ઠેરઠેર ધક્કા ખાઈ રહ્યા છે. એન્ફોટેરિસીન-બી 50, લીપોસોમાલ એન્ફોટેરિસીન 50 મિલિગ્રામ ઇન્જેશન રાજકોટમાં ક્યાંય આ ઇન્જેશનની નથી. રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અંધારામાં દર્દીઓ અને તેમના સગા પરેશાન છે. 


રાજકોટ સિવિલમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઇકોસીસ માટે આજથી અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. મનોચિકિત્સક વોર્ડમાં 30 બેડની સુવિધા ઉભી કરાઈ છે. કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે. સિવિલમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓના સાજા થયા બાદ આ ગંભીર બીમારી જોવા મળી છે.


ડોક્ટરો નીચે પ્રમાણેનાં લક્ષણો હોય તો મ્યુકોરમાઇકોસિસ હોવાની ચેતવણી આપે છે અને લોકોને સમયસર ચેતી જઈને સારવાર શરૂ કરવા કહી રહ્યા છે.



  • મોંઢામાં તાળવાના ભાગે ચાંદાં પડી જાય ને તાળવાનો ભાગ કાળો પડી જાય.

  • આંખોમાં દુ:ખાવો થવા માંડે. આંખોને  ઝડપથી ખોલી કે બંધ કરી શકો નહીં.

  • ખાંસીઅને શરદી શરૂ થાય, નાકમાંથી કાળુ પ્રવાહી નિકળવાનું શરૂ થાય.

  • થોડાક દિવસ પછી આંખની નીચેના ભાગપર તથા ગાલ પર સોજા આવે.

  • આ અંગો લાલાશ પડતા થવા માંડે અને માથું સખત દુ:ખવાનું શરૂ થાય.


ડોક્ટરોના મતે, કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજન આપવામાં આવે છે પણ આ ઓક્સિજન સાથેનું પાણી સ્ટરાઇલ રાખવાનું હોય છે. જો પાણી સ્ટરાઇલ ન કર્યું હોય તો પણ મ્યુકોર માઇકોસિસના ચેપની શક્યતા રહેલી હોય છે.


એકવાર મ્યુકોરમાઇકોસિસ ફુગનું સંક્રમણ થાય પછી તે શરીરમાં ઝડપથી પ્રસરવા માંડે છે. શરીરનાં મહત્વનાં અવયવો ફેફસા , મગજ અને કીડનીને પણ નુકસાન પહોંચાડે છે. જો ઝડપથી અને સમયસર સારવાર શરૂ ન કરવામાં આવે તો ગણતરીના દિવસોમાં જ દર્દીનું મૃત્યુ થઇ જાય છે. ઘમા કિસ્સામાં કોરોના મટ્યા બાદ 1520 દિવસ બાદ આ રોગનાં  લક્ષણો દેખાય થે.  કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ હવે મ્યુકોરમાઇકોસિસના રોગની ઝપટમાં આવી રહ્યા છે. પ્રથમ વેવ કરતા સેકન્ડ વેવમાં મ્યુકોરમાઇકોસિસ સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ રહ્યું છે.