રાજકોટઃ રાજકોટના ગુંદાવાડી વિસ્તારની મોબાઈલની દુકાનમાં શુક્રવારે લાગેલી આગ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ધંધાકીય હરિફાઇમાં રાજકોટમાં બોમ્બ બ્લાસ્ટ કરાયાનો ખુલાસો થયો હતો. ગુંદાવાડીની મોબાઇલની દુકાનમાં આગ લાગવાનું કારણ દેશી બોમ્બથી બ્લાસ્ટ થયાનું સામે આવ્યું હતું. એટલુ જ નહી બ્લાસ્ટ મુકવા પાછળ ધંધાકિય હરિફાઈ હોવાનું તથ્ય પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
એફએસએલ અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરી તો આગ લાગી તે સાંજે એક મહિલા મોબાઈલ કવર લેવાના બહાને દુકાનમાં ગિફ્ટ બોક્સ મુકીને ફરાર થઈ હતી. અને એ જ ગિફ્ટ બોક્સમાં બ્લાસ્ટ થયો હતો. એફએસએલના રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સામે આવતા પૂર્વાઆયોજીત આ કાવતરાનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં એટીએસ સહિત એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં મહિલા સહિત ત્રણની અટકાયત કરી લેવાઈ છે. એટલુ જ નહી દેશી બોમ્બ બનાવવાની રીત ષડયંત્રકારીઓએ યુ-ટ્યુબના માધ્યમથી શીખી હતી. જેમાંથી બ્લાસ્ટ થયો તે દેશી બોમ્બમાં ટાઈમર પણ રાખવામાં આવ્યો હતો.
Rajkot: ભાજપના બે ધારાસભ્યો જનતાના રોષનો બન્યા ભોગ, મેયરે પણ ચાલતી પકડી
Rajkot: રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં બખેડો થયો હતો. જેના કારણે ધારાસભ્ય, મેયરે સ્થળ છોડવાની ફરજ પડી હતી. શહેરના કોઠારીયા વિસ્તારમાં ફ્રી નિદાન કેમ્પમાં ધારાસભ્ય રમેશ ટિલાળા, દર્શિતાબેન શાહ અને મેયરે ચાલુ ક્રાર્યક્રમે પાછા ફરવું પડ્યું હતું. સ્થાનિકો દ્વારા રસ્તા તેમજ પાણીને લઈને અનેક રજુઆત છતાં કામ ન થતા કાર્યક્રમ અટકાવ્યો હતો. ૩ વર્ષથી રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે પંરતુ રસ્તો ન બનતા સ્થાનિકોમાં રોષ હતો. ચાલુ કાર્યક્રમમાં સ્થાનિકોએ હોબાળો કરતા બંને ધારાસભ્ય અને મેયરે ચાલતી પકડી હતી.
લોકસભાની તમામ 26 બેઠકો જંગી લીડ સાથે જીતવા ગુજરાત ભાજપનો શું છે પ્લાન ?
લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન એક્શનમાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જિલ્લાઓનો પ્રવાસ કરશે. 33 જિલ્લાઓમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રવાસ કરશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષના વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમની સફળતા બાદ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. સંગઠન અને સરકારને જુદા જુદા પ્રશ્નોને વાચા આપીને તાલમેલ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. લોકસભાની તમામ 26 બેઠક પર વિક્રમી લીડ મેળવવાની રણનીતિના એક ભાગ રૂપે જિલ્લાનો પ્રવાસ કરાશે