રાજકોટઃ રૈયા રોડ પર દુકાનદારે 15 વર્ષીય સગીરા સાથે છેડતી કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 51 વર્ષીય દુકાનદારે ખરીદી માટે આવેલી સગીરાને દુકાન બંધ કરી છેડતી કરી હતી. તેમજ તેની પાસે અશ્લીલ માંગણી પણ કરી હતી. આ અંગે સગીરાએ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગઈ કાલે શહેરના રૈયારોડ પર આવેલા પ્રોવિઝન સ્ટોર પર સગીરા ખીરું લેવા માટે આવી હતી. આ સમયે સ્ટોરના માલિકે સગીરાને તું કેમ બેસવા આવતી નથી. તેમ કહી દુકાન બંધ કરી દીધી હતી અને પછી તેની સાથે અડપલા કરવા લાગ્યો હતો. તેમજ તેની પાસે અશ્લીલ માંગણી પણ કરી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે કલમ 354(ક) અને પોકસો હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ કાલે મારી સગીર વયની પુત્રી ઘર નજીક પ્રોવિઝન સ્ટોરમાં ઢોસા બનાવવાનું ખીરું લેવા ગઈ હતી અને ત્યાંથી ખીરું લીધા વગર જ રડતા રડતા ઘરે પરત આવતા મેં તેને ફરી ખીરું લેવા મોકલી હતી, પરંતુ મારી દીકરી દુકાને જવા તૈયાર ન હતી.
Surat: માતા-બહેનની હત્યા કરનારી ડોક્ટર દર્શના મુદ્દે શું થયો મોટો ધડાકો? જાણો વિગત
સુરતઃ ચીકુવાડી ચાર રસ્તા સ્થિત સહજાનંદ સોસાયટીમાં ઘેનના ઇંજેક્શનનો ઓવરડોઝ આપીને માતા અને બહેનનું મોત નીપજાવનાર ડોક્ટર યુવતી સામે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ડોક્ટર દર્શનાએ માતા-બહેનની હત્યા કરી પોતે પણ ઉંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ કેસમાં મોટો ધડાકો થયો છે.
31 વર્ષીય હોમિયોપેથી ડો.દર્શના પ્રજાપતિએ રવિવારે પોતાની 62 વર્ષીય માતા મંજુલાબેન અને 29 વર્ષીય નાની બહેન ફાલ્ગુનીને 10-10 એમએલના ઘેનના ઇન્જેક્શનના ડોઝ આપી હત્યા કરી નાંખી હતી. ડો.દર્શના પોતે ડોક્ટર હોવાથી તેને ખબર હતી કે ઘેનની દવાના ઇન્જેક્શનનો 2 એમએલથી વધુનો ડોઝ મોત નીપજાવી શકે છે. આમ છતાં તેણે તેની માતા અને બહેનને પાંચ ગણા વધુ ડોઝ આપ્યા હતા.
પોલીસ તપાસમાં એવો પણ ધડાકો થયો છે કે, ડો.દર્શના પોતાના ક્લિનિક પરથી આ 10-10 એમએલના બે ડોઝ એટલે કે 20 એમએલ ડોઝ લઇને નીકળી હતી. ઘેનના ઇન્જેક્શન આપી માતા અને બહેનની હત્યા કરી હતી. આ પછી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ડો. દર્શના હાલ કિરણ હોસ્પિટલમાં પોલીસની વોચ હેઠળ સારવાર લઇ રહી છે.
જ્યારે તેની માતા મંજુલાબેન અને બહેન ફાલ્ગુનની સોમવારે અંતિમવિધિ કરાઈ હતી. આરોપી દર્શના પ્રજાપતિની તબિયત હાલ સુધારા પર છે. હોસ્પિટલથી મંગળવારે ડિસ્ચાર્જ અપાયા બાદ તેની ધરપકડ કરાશે. દર્શના ફરીથી આપઘાતનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.
ડો. દર્શના અંગે એવી પણ વિગતો જાણવા મળી છે કે, ડોક્ટર બનવામાં દર્શનાની ઉંમર વીતી ગઈ હતી. તેથી તેના લગ્ન હજુ થયા નહોતા. જોકે, ભાઈ ઠરીઠામ થતાં હવે થોડા દિવસોમાં દર્શનાના લગ્નની વાત કરવાની હતી. તેમજ આ પછી નાની બહેન ફાલ્ગુનીના લગ્નનું પણ આયોજન હતું. જોકે, આ પહેલા જ દર્શનાએ આ પગલું ભર્યું હતું.