મળતી વિગતો પ્રમાણે આજે રાજકોટમાં વધુ 6 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજકોટમાં હવે માત્ર 3 દર્દીઓ જ સારવાર હેઠળ છે. અહીં આ વાત પણ મહત્વની છે કે, રાજકોટમાં છેલ્લા ઘણાં દિવસથી કોરોનાના એક પણ કેસ નોંધાયા નથી. બીજી તરફ દર્દીઓ કોરોનાને મ્હાત આપી રહ્યા છે. નોંધનીય છે કે, રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 68 કેસ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. હવે માત્ર 3 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી કોરોનાના નવા કેસો ન નોંધાતા આજથી રાજકોટમાં કન્ટેઇનમેન્ટ વિસ્તાર સિવાયના તમામ વિસ્તારોમાં કામ-ધંધા શરૂ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે, આ માટે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.