Rajkot Anganwadi Bharti News: રાજકોટ જિલ્લામાં આગણવાડી ભરતી અંગે મોટુ કૌભાંડ થયુ હોવાની વાત સામે આવી છે. હાલમાં એક જ અરજદારોએ આક્ષેપો કર્યા છે કે, જામકંડોરણા તાલુકાના સાંજડીયાળી ગામમા આવેલી આંગણવાડી -1માં તેડાગરની ભરતી તેમજ કાર્યકરની ભરતી પક્રિયામાં ગેરરીતિ થઇ છે, અરજદારોનો આક્ષેપ છે કે, મુખ્યમંત્રી તેમજ જામકંડોરણા ધારાસભ્યને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાંજડીયાળી ગામે આવેલી આંગણવાડી 1માં આંગણવાડી કાર્યકર 1 તેમજ તેડાગરની 1 જગ્યા ખાલી હતી, જેમાં સાંજડીયાળી ગામે આંગણવાડી કાર્યકર તરીકે પ્રતીક્ષાબેન ભાવેશભાઈ કોટડીયા ઓનલાઇન અરજી નં 2036625025319 તેમજ બીજા પ્રતિસ્પર્ધી ભાવીસાબેન મુકેશભાઈ બગડાએ ઓનલાઇન અરજી નં 202366250079288 ફોર્મ ની અરજી કરી હતી. તેમજ આંગણવાડી તેડાગર તરીકે હર્ષાબેન પરબતભાઈ ખટાણાએ ઓનલાઇન અરજી નં 20236625054967 તેમજ પ્રતિસપ્રદ્ધિ જાગૃતિબેન અરજણભાઈ મકવાણાએ અરજી કરેલી. જેમનું મેરીટ લિસ્ટ બાળવિકાસ અધિકારી જામકંડોરણાએ બહાર પડેલું જેમાં અરજદારનો અરજી અમુક કારણોસર રદ કરી મેરીટ લિસ્ટમા જાહેર કરેલ નહીં,
ઘોસણાનો નમૂનો અને આધારકાર્ડ ઓળખાણનો પુરાવો ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સુવાચ્ય અપલોડ નહીં કરેલો. તેમજ જન્મતારીખનો દાખલો શાળા છોડ્યુંનુ પ્રમાણપત્ર અથવા ધોરણ 10નુ ક્રેડિટ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સુવાચ્ય અપલોડ કરેલ નહીં તેમજ સ્નાતકના ઓરીજનલ ડોક્યુમેન્ટ પણ અપલોડ નહીં કરેલું તેમજ સ્નાતકના અરજીમા માર્ક્સ તેમજ ગુણ ખોટા દર્શવેલા, ધોરણ 12 પાસ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સુવાચ્ય કરેલ અપલોડ કરેલ નથી, તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય વ્યવસ્થિત અને માર્ક સાચા દર્શાવેલા છતાં મેરીટ લિસ્ટમા નામ જાહેર નો થતા મેરીટ લિસ્ટમા જાહેર નો થતા બંને અરજદાર બહેનોએ ગેરરીતિનો આક્ષેપ કરેલા હતા.
મહીલાબાળ વિકાસ વિભાગ ના તા 25/11/2019 તથા 27/11/2019 તથા 12-10-2020 તેમજ 17-11-2021ના સરકાર ના આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરની પસંદગી માટેના શિસ્ત બાબતોના નિયમોની પ્રતીક્ષાયાદી પણ બહાર નહીં પડેલ, આક્ષેપ કરનાર અરજદાર હર્ષાબેન તેમજ પ્રતીક્ષાબેન દ્વારા ઉપર મુજબના કારણો બીજા અરજદારને લેવા માટે કરવામાં આવેલ છે, આક્ષેપ કરનાર બંને અરજદારો બહેનોએ જણાવલું કે જામકંડોરણામા રાજકીય પદાધિકારોના નજીકના પોતાની કાસ્ટના લોકોની ભરતી કરવામાં આવેલ છે, મેરીટ લિસ્ટ જોતા સ્પષ્ટ સાબિત થાય છે, અરજદાર બહેનોએ આક્ષેપ સાથે જણાવેલા કે પોતાના નામ મેરીટ લિસ્ટમા દાખલ કરવામાં આવે તો ગુણાંકની ટકાવારી પ્રો્રેટાબેસીસ ગુણ પ્રમાણે અમારી વધારે આવે આથી ઈરાદાપૂર્વક ગેરરીતિ કરી અમારા નામ મેરીટ લિસ્ટમા સામેલ કરેલ નથી, ઓનલાઇન ભરતી પક્રિયામા મોટાપાયે ભરતી પક્રિયામા ગેરરીતિ થયાનો અરજદાર બહેનોએ આક્ષેપ કરેલા જેથી મેરીટ લિસ્ટની ફરી સમીક્ષા અથવા રદ કરવી જોઈએ જૉ તેમ નહીં થાય તો અમારા જેવી મહિલાઓને અન્યાય થશે વડાપ્રધાનના મહીલા ઉત્કૃષની યોજનાઓ અને આત્મનિર્ભર થવા અંગે સપનાઓ આવી ભરતીમાં ગેરરીતિ થવાના કારણે પુરા થઈ શકે તેમ નથી. આ બાબતે સાંજડીયાળી અરજદાર મહીલાઓ હર્ષાબેન તેમજ પ્રતીક્ષાબેન મુખ્યમંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાને તેમજ નિયામક લેખિત રજૂઆત પણ કરેલ ગામમા હવે વાતું થાય છે કે બંને અરજદારને ન્યાય મળશે કે કેમ જોવું રહ્યું તેવી સાંજડીયાળી ગામે ચર્ચાઓ ચાલી રહી છે.
આ બાબતની રાજકોટ આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસરને જાણ થતા પત્ર દ્વારા કોઈ ગેરરીતિનો થયાનો અને ઓનલાઇન પક્રિયા હોઈ જેથી આઇસીડીએસ ઘટક કચેરી જામકંડોરણા કે જિલ્લા કચેરી દ્વારા કોઈપણ ગેરરીતિ આચારેલ નથી જો અરજદારને વાંધો હોઈ તો ઓનલાઇન વેબસાઈટમા જઈ પોતાના પ્રશ્ન રજૂઆત કરી શકે છે.