Rajkot: આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં કરશે આ મેગા પ્રૉજેક્ટનું લોકાર્પણ, જાણો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ આવતીકાલે રાજકોટની મુલાકાતે જશે. આ દરમિયાન અહીં ખાસ મેગા પ્રૉજેક્ટનું લોકાર્પણ કરશે.

Continues below advertisement

Rajkot: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ આવતીકાલે રાજકોટની મુલાકાતે જશે. આ દરમિયાન અહીં ખાસ મેગા પ્રૉજેક્ટનું લોકાર્પણ કરશે. માહિતી પ્રમાણે, રાજકોટમાં જસદણના આટકોટમાં આવતીકાલે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહેશે. જસદણના આટકોટની પરવાડીયા હૉસ્પીટલમાં આવતીકાલે એક લોકાર્પણ સમારોહ યોજાવવાનો છે. અહીં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલના હસ્તે લોકાર્પણ વિધિ કરવામાં આવશે. દર્દીઓ માટે હ્રદયરોગ વિભાગ કેથલેબ અને 2 મૉડ્યૂલર નવા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.. ભરત બોધરા આ હૉસ્પીટલના સ્વપ્નદ્રષ્ટ્રા રહ્યાં છે. ખાસ વાત છે કે, વજુભાઇ વાળા અને વિજય રૂપાણી પણ આ સમારોહમાં હાજરી આપશે. નરેશ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા સહિતના મોટા નેતાઓ પણ હાજર રહેશે. આટકોટમાં આવતીકાલે સાંજે સમારોહ અને લોકડાયરો પણ યોજાશે. 

Continues below advertisement

 

Gujarat Rain: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે.   હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.  

કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે

આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય થશે. જેને લઈ ગુજરાતમાં વરસાદ વરસશે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 4 જૂને કેરલમાં ચોમાસું બેસશે.  જો કે, હવે કહેવું છે કે, કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે. 

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત છે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે.  આ માહોલ હજુ પણ યથાવત રહે તેવી પુરેપુરી શક્યતા છે.  હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, તે પ્રમાણે હજુ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે અને કેટલાક સ્થળો પર ગરમી અને ઉકળાટની અસર પણ વર્તાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે  ગુજરાતમાં વરસાદી માહોલ વધુ જામ્યો છે કેમ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લૉનિક સર્ક્યૂલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણની સાથે કેટલીક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં 24 કલાક દરમિયાન ગાજવીજ અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. 

Continues below advertisement
Sponsored Links by Taboola