રાજકોટ: રાજકોટમાં લૂંટની ઘટના બની છે. વૃદ્ધાને બંધક બનાવી લૂંટની ઘટના બની છે. આ લૂંટ બાદ પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી છે. રાજકોટ પોલીસ દ્વારા આરોપીના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. એક મહિલા સાથે આરોપી જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
FSLની ટીમ તપાસ માટે પહોંચી
શહેરના પોશ વિસ્તારમાં ઘટના બનતા રાજકોટ પોલીસ દોડતી થઈ છે. FSLની ટીમ તપાસ માટે પહોંચી છે. શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ,ડીસીપી સુધીર દેસાઈ, ACP અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. બપોરે 3 વાગ્યા આસપાસનો બનાવ છે. ઇન્દિરા સર્કલ નજીક આવેલા કોહિનૂર એપાર્ટમેન્ટમાં ઘટના બની છે.
નેપાળી ઘરઘાટી દ્વારા વૃદ્ધાને બંધક બનાવી આ લૂંટ ચલાવવામાં આવી છે. રોકડ અને મુદ્દામાલ મળી 3 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી છે. ડીસીપી ઝોન-2 સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. નેપાળીને શોધવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. બપોરના પોણા ત્રણ વાગ્યે સમગ્ર ઘટના બની છે.
Gujarat Rain: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.
કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે
આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય થશે. જેને લઈ ગુજરાતમાં વરસાદ વરસશે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 4 જૂને કેરલમાં ચોમાસું બેસશે. જો કે, હવે કહેવું છે કે, કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત છે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે. આ માહોલ હજુ પણ યથાવત રહે તેવી પુરેપુરી શક્યતા છે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, તે પ્રમાણે હજુ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે અને કેટલાક સ્થળો પર ગરમી અને ઉકળાટની અસર પણ વર્તાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વરસાદી માહોલ વધુ જામ્યો છે કેમ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લૉનિક સર્ક્યૂલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે.
રાજ્યમાં વાદળછાયા વાતાવરણની સાથે કેટલીક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં 24 કલાક દરમિયાન ગાજવીજ અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે.