રાજકોટ: સચિવાલય ઓફિસ આસિસ્ટંટ અને બિન સચિવાલય ક્લાર્કની 4 હજાર 186 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળે રાજ્યના તમામ જિલ્લામાં પરીક્ષા યોજી હતી. ત્યારે રાજકોટમાં પણ આ પરીક્ષા કુલ 110 કેંદ્રો પર યોજાવામાં આવી હતી, જેમાં 32 હજાર 706 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે દરેક પરીક્ષા સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત અને કડક સુપરવિઝનની સાથે પરીક્ષાને ધ્યાને રાખી 144ની કલમ પણ લગાવવામાં આવી હતી.