ગુજરાતના કયા જાણીતા લોક ગાયકની પોલીસે કરી અટકાયત? જાણો કોને આપી હતી ધમકી?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Sep 2020 04:58 PM (IST)
ગાયક કલાકાર હેમંત ચૌહાણની રાજકોટ એ ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી. અટકાયત બાદ હેમંત ચૌહાણને છોડી મૂકવામાં આવ્યા છે.
રાજકોટઃ જાણીતા ગાયક કલાકાર હેમંત ચૌહાણની રાજકોટ એ ડિવિઝન પોલીસે અટકાયત કરી છે. અટકાયત બાદ હેમંત ચૌહાણને છોડી મૂકવામાં આવ્યા છે. 2015માં સ્ટુડિયો સંચાલકને ફોન દ્વારા ધમકી આપવામાં આવી હતી. ભાવિન ખખરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હેમંત ચૌહાણ વિરુદ્ધ અરજી કરી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટે જામીન પર મુક્ત કર્યા છે.