રાજકોટ: રાજકોટના વિવાદિત બિલ્ડર કમલેશ રામાણી વિરુદ્ધ પોલીસ કમિશનરે લાંલ આંખ કરી છે.પોલીસ દ્વારા કમલેશ રામાણીને તડીપાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કમલેશ રામાણીને રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી 2 વર્ષ માટે તડીપાર કરવાના આદેશ પોલીસ કમિશનરે આપ્યાં છે.