રાજકોટ: રાજકોટની ધોળકિયા સ્કૂલમાં CBSC ની મંજુરી વગર ધોરણ 1થી 7માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતા વાલીઓ દ્વારા ધોળકીયા સ્કૂલનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને મુખ્યમંત્રી રૂપાણી રાજકોટમાં હોવાથી વાલીઓ  સીએમને રજૂઆત કરવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. એનએસયુઆઈના કાર્યકર્તાઓની વિદ્યાર્થીના હીતમાં  ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. ત્યારબાદ સ્કૂલ સંચાલકો દ્વારા 3 માંગણીઓ લેખીતમાં સ્વીકારવાની ખાતરી આપવામાં આવી હતી. જેને લઈને એનએસસીયુ આઈનું ઉપવાસ આંદોલન સમેટાઈ ગયું હતું. સંચાલકોએ ફી પરત આપવાની અને બીજી સ્કૂલમાં એડમીશન માટે મદદ કરવાની ખાતરી આપી હતી.