Rajkot Car Accident News: રાજકોટમાં ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો છે. ગઇકાલે શહેરના યાજ્ઞિક રૉડ પર બે કાર ધડાકાભેર અથડાતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે બે લોકો ફરાર થયાની વાત સામે આવી હતી. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ઠેર ઠેર અક્સમાતના ગુનાઓ વધી રહ્યાં છે. હાલમાં જ રાજકોટમાં ફરી એકવાર રફ્તારનો કહેરનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના યાજ્ઞિક રૉડ પર બે કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે. અચાનક સ્વિફ્ટ કાર અને મર્સિડિઝ કાર ધડાકાભેર અથડાતા બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે 2 લોકો ફરાર થઇ ગયા હતા. મર્સિડિઝ કાર બિલ્ડર ગોપી પટેલની હોવાનું સામે આવ્યુ છે. મર્સિડિઝ કારમાં સવાર 4 પૈકી 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. 


ભાઇની સાથે બાઇક પર જઇ રહી હતી હૉટ એક્ટ્રેસ, થયો ભયાનક અકસ્માત, માથામાં ઇજા થવાથી હાલ વેન્ટિલેટર પર


તામિલ-મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક અરુંધતી નાયર વેન્ટિલેટર પર છે. હમણાં જ એક રૉડ અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અભિનેત્રીની બહેન આરતી નાયરે તેના અકસ્માતની પુષ્ટિ કરી છે. તેણે અભિનેત્રીના ચાહકોને તેના માટે પ્રાર્થના કરવા વિનંતી કરી. જણાવવામાં આવી રહ્યું છે કે કેરળના કોવલમ બાયપાસ પર તેનો અકસ્માત થયો હતો અને અરુંધતીને માથામાં ઈજા થઈ હતી. તે તેના ભાઈ સાથે મુસાફરી કરી રહી હતી.


બહેન અરુંધતી નાયરના અકસ્માત વિશે માહિતી આપતા આરતી નાયરે લખ્યું, “તામિલનાડુના અખબારો અને ટીવી ચેનલોના સમાચાર જોઈને અમને સ્પષ્ટતા કરવાની જરૂર લાગી. એ વાત સાચી છે કે મારી બહેન અરુંધતી નાયરનો 3 દિવસ પહેલા અકસ્માત થયો હતો. "તે ગંભીર રીતે ઘાયલ છે અને તિરુવનંતપુરમની અનંતપુરી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતી ત્યારે તે તેના જીવન માટે લડી રહી છે."




ભાઇની સાથે બાઇક પર જઇ રહી હતી અરુંધતી નાયર - 
આરતીએ આગળ લખ્યું, "તેના ઝડપી સ્વસ્થ થવા માટે અમને તમારી પ્રાર્થના અને સમર્થનની જરૂર છે." પ્રશંસકોએ આરતીની પોસ્ટ પર અરુંધતીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતી ટિપ્પણી કરી. ઈન્ડિયા ટુડે અનુસાર, અરુંધતી એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપીને ઘરે જઈ રહી હતી. અકસ્માત સમયે તે તેના ભાઈ સાથે બાઇક પર હતી.




અરુંધતી નાયરની ફિલ્મો 
તમને જણાવી દઈએ કે, અરુંધતિ નાયરે 2014માં તમિલ ફિલ્મ 'પોંગી એઝુ મનોહરા'થી ડેબ્યૂ કર્યું હતું. તેણે વિજય એન્ટની સાથે તમિલ ફિલ્મ 'સૈથાન'માં કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી. વર્ષ 2018 માં, તેણે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તેણે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'ઓટ્ટાકોરુ કામુકાન'થી ડેબ્યૂ કર્યું હતું. ગયા વર્ષે તેની ફિલ્મ 'આયરામ પોરકાસુકલ' રીલિઝ થઈ હતી, જેમાં તે વિધાર્થની સાથે જોવા મળી હતી.