રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકોનો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. હાલ, સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કોરોનાથી સાજા થયેલા દર્દીઓને અપીલ કરી છે. તેમણે પ્લાઝ્મા ડોનેટ માટે તંત્ર સામેથી ફોન કરી ચર્ચા કરે.
પ્લાઝ્મા ડોનેટ નોલેજ ન હોવાથી લોકો ડરે છે. પ્લાઝમા ડોનેટ એટલે એક બ્લડ ડોનેટ છે. સાજા થતા દર્દી વધારેમાં વધારે પ્લાઝ્મા ડોનેટ કરી પૂણ્યનું કામ કરે તેવી કલેકટરે અપીલ કરી છે. રાજકોટમાં વધુ 3 લેબને પ્લાઝમાં લેવાની મંજૂરી મળી છે. સૌરાષ્ટ્ર બ્લડ બેન્ક, રેડક્રોસ, લાઈફ ફાઉન્ડેશન ને મંજૂરી મળી છે.