રાજકોટઃ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ (Gujarat Coronavirus) બની ગયું છે. રોજબરોજના કોરોનાના નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યુ (Night Curfew) નાંખવામાં આવ્યો છે. તેમ છતાં કોરોના કાબુમાં આવી રહ્યો નથી.

આ દરમિયાન સૌરાષ્ટ્રના મોટા શહેર રાજકોટમાં કોરોના (Rajkot Coronavirus) તાંડવ મચાવી રહ્યો છે. રાજકોટમાં હોળી (Holi 2021) બાદ મૃત્યુઆંક ડબલ થઈ ગયો છે. રાજકોટમાં 11 દિવસમાં જ કોરોનાની સારવાર દરમિયાન 102 દર્દીના મોત થયા છે. જ્યારે છેલ્લા 5  દિવસમાં 66 દર્દીઓનો ભોગ લેવાયો છે. જેના પરથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉનમાં પણ કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો હોય તેમ લાગે છે.

રાજકોટમાં કઈ તારીખે કેટલા થયાં મોત

26 માર્ચે - 8 મોત, 27 માર્ચે - 6 મોત, 28 માર્ચે - 4 મોત, 29 માર્ચે - 6 મોત, 30 માર્ચે - 3 મોત, 31 માર્ચે - 9 મોત,
1 એપ્રિલે - 11 મોત, 2 એપ્રિલે - 12મોત, 3 એપ્રિલે - 13 મોત, 4 એપ્રિલે - 14 મોત, 5 એપ્રિલે - 16 મોત થયા છે.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં કોરોના ઘાતક (Gujarat Corona Cases) બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો (Active Cases) આંક 16 હજારને પાર થયો છે. હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે. કુલ કેસનો આંક 3 લાખ 21 હજાર 598 અને કુલ મૃત્યુઆંક 4 હજાર 581 થયો છે. એપ્રિલના પાંચ દિવસમાં જ 13 હજાર 900 કેસ અને 66 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે.

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

નોંધાયેલા કેસ

મોત

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

31 માર્ચ

2360

9

30 માર્ચ

2220

10

29 માર્ચ

2252

8

28 માર્ચ

2270

8

27 માર્ચ

2276

5

કુલ કેસ અને મોત

 25,278

102

 

 કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત આજે કુલ 3,00,280 લોકોને રસીકરણ કરવામા આવ્યું છે.  અત્યાર સુધીમાં કુલ 67,62,638 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,10,126 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.