રાજકોટઃ આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપા માટેની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારી નોંધાવી દેવામાં આવી છે. આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસે ડેમેડ કંટ્રોલ માટે કવાયત હાથ ધરી છે. બીજી તરફ રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી માટેનું ફોર્મ પરત ખેંચ્યા બાદ પ્રથમ વખત કોંગ્રેસના નેતા વિજય જાની મીડિયા સમક્ષ આવ્યા છે.


વિજય જાનીએ કોંગ્રેસની નેતાગીરી પર સવાલો ઉઠાવ્યા છે. પેનલ યોગ્ય ન મળતા ફોર્મ પરત ખેંચ્યું હોવાનો દાવો તેમણે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશ નિરીક્ષક નરેશ રાવલ સમક્ષ પેનલમાં મારી સાથે માનસુર ભાઈ વાળાને ઉભા રાખવાનું વચન આપવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીએ મેન્ડેટ માનસુર વાળાની જગ્યાએ અન્ય ઉમેદવારને ફાળવવામાં આવ્યું હતું. વિજય જાનીએ વાજતે ગાજતે ભર્યું હતું ફોર્મ હતું. જોકે, કોંગ્રેસની નેતાગીરીએ દગો કરતા ઉમેદવારી પરત ખેંચી હોવાનો દાવો તેમણે કર્યો છે.