રાજકોટઃ રાજકોટમાં ચકચાર મચાવનાર સ્ટોન કિલરને કોર્ટે સજા આપી હતી. સ્ટોન કિલર હિતેશ ઉર્ફે બાડો રામાવતને હત્યા અને લૂંટમાં આજીવન કેદ અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્ટોન કિલરે 5 વર્ષ પહેલાં રાજકોટમાં હાહાકાર મચાવ્યો હતો. રાજકોટમાં ત્રણ સ્થળે પથ્થરના ઘા ઝીંકી હત્યાથી હાહાકાર મચી ગયો હતો.
નોંધનીય છે કે 2021માં હિતેષને બે હત્યા કેસમાં શંકાના આધારે નિર્દોષ છોડી મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે એક હત્યા કેસમાં તેને સજા ફટકારવામાં આવી છે. રાજકોટમાં વર્ષ 2016માં સ્ટોન કિલર હિતેશે હાહાકાર મચાવ્યો હતો. તે ખાસ પ્લાનિંગ સાથે લોકોની હત્યા કરતો હતો.
હિતેષે કબુલ્યું છે કે પોતાને સોળ વર્ષની ઉમરથી જ સજાતિય સેક્સ સંબંધોનો અનુભવ થઇ ગયો હતો અને પહેલી વખત પોતાની સાથે સજાતિય સેક્સ સંબંધ બાંધનારાએ તેને પૈસા પણ આપતાં તે પણ આવું કરવા તરફ આકર્ષાયો હતો. સ્ટોનકિલરે રાજકોટ પોલીસના નાકે પણ દમ લાવી દીધો હતો, પરંતુ પોલીસની તપાસને પગલે 2 જુલાઈ 2016ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. સ્ટોનકિલર હિતેષ માત્ર ધોરણ-6 ભણ્યો હોવા છતાં તેને પેપર વાંચનનો ખૂબ શોખ હતો. હિતેષ સોશિયલ મીડિયા પર સક્રિય રહેતો હતો
રખડુ જીવન ગુજારતો હિતેષ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાયો અને સ્ટોનકિલર બની ગયો હતો. તે હત્યા કરી લીધા બાદ પૈસા લૂંટી લેતો હતો. હિતેષ લૂંટ માટે ગે લોકોને નિશાન બનાવતો. પહેલાં જે પોતાના શિકાર સાથે સેક્સ માણતો અને પછી ભોગ બનનારને પથ્થરના ઘા ઝીંકતો હતો. માત્ર બે ઘા મારીને તે તેને પતાવી દેતો. ભોગ બનનાર તરફડિયા મારતો ત્યારે તે વિકૃત આનંદ માણતો હતો.
Shraddha Murder Case: શ્રદ્ધાના ટુકડા કર્યાના થોડાક દિવસો બાદ ઘાનો ઇલાજ કરાવવા ગયો હતો આફતાબ, ડૉક્ટર બોલ્યા- અંગ્રેજીમાં.......
Shraddha Murder Case Update: દિલ્હીમાં પોતાની લિવ-ઇન-પાર્ટનરની હત્યા કરવા અને તેના મૃતદેહના ટુકડે ટુકડા કરીને ફેંકનારા આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો ઇલાજ કરનારા એક ડૉક્ટરે કહ્યું કે, તે (આરોપી) મે મહિનામાં એક ઘા નો ઇલાજ કરાવવા તેમની પાસે આવ્યો હતો, તે જ મહિનામાં તેને ગર્લફ્રેન્ડની હત્યા કરી નાંખી હતી. ડૉ. અનિલ કુમારે બતાવ્યુ કે, પૂનાવાલા જ્યારે ઇલાજ કરાવવા તેમની પાસે આવ્યો હતો ,તો તે બહુજ આક્રમક અને બેચેન હતો, તથા તેને જ્યારે ઇજા વિશે પુછ્યુ તો તે આરોપીએ બતાવ્યુ કે, ફળ કાપતી વખતે આ ઇજા થઇ છે.
ડૉક્ટરે કહ્યું- મે મહિનામાં તે સવારના સમયે આવ્યો હતો, મારા સહાયકે મને બતાવ્યુ કે, એક વ્યક્તિ આવ્યો છે, જેને ઘ છે, જ્યારે મે તેને જોયો તો તે ઉંડો ઘા ન હતો, પરંતુ મામૂલી જ હતો, જ્યારે મે તેને પુછ્યુ કે ઇજા કઇ રીતે પહોંચી, તો તેને બતાવ્યુ કે ફળ કાપતી વખતે થઇ. મને કોઇ શક નહતો થયો, કેમ કે તે ચાકૂથી થનારો નાના ઘા હતો. તેને કહ્યું હતુ કે, જ્યારે તે ઇલાજ દરમિયાન પહેલીવાર 28 વર્ષીય પૂનાવાલાને મળ્યા તો તે ખુબ સાહસી અને આત્મવિશ્વાસી વ્યક્તિ લાગ્યો હતો.
પોલીસ આફતાબને લઇને પહોંચી હૉસ્પીટલ -
ડૉક્ટરે બતાવ્યુ કે- બે દિવસ પહેલા પોલીસ તેને મારી હૉસ્પીટલમાં લઇને આવી હતી, અને પુછ્યુ કે શું આ વ્યક્તિનો ઇલાજ કર્યો હતો, મે તેન ઓળખી લીધો અને હાંમાં જવાબ આપ્યો. જ્યારે તે ઇલાજ માટે આવ્યો હતો તો તે બહુજ આક્રમક અને બેચેન હતો. તે મારી આંખોમાં આંખો નાંખીને વાત કરતો હતો. તે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો અને મને બતાવ્યુ કે તે મુંબઇથી છે અને અહીં આઇટી ક્ષેત્રમાં સારી તક મળવાના કારણે દિલ્હી આવ્યો છે.
ડૉક્ટરને ના થઇ કોઇ શંકા -
અહીં એપેક્સ હૉસ્પીટલમાં પૂનાવાલાનો ઇલાજ કરનારા ડૉક્ટરે કહ્યું- મારી પત્ની પણ મુંબઇના માટુંગાથી છે અને તેને મને બતાવ્યુ હતુ કે, આજે હું એક દર્દીને મળ્યો, જે મુંબઇથી આવ્યો હતો અને અહીં એક સારી કામની તલાશમાં આવ્યો છે. મને સંદેશ ન હતો થયો કે તે વ્યક્તિએ કોઇની હત્યા કરી હશે. તેની સહજતાથી ટાંકા લગાવડાવ્યા અને એવુ પ્રદર્શિત ન કર્યુ કે તેને દુઃખ થઇ રહ્યું છે, તેને ઇલાજના પૈસા ઓનલાઇન પેમેન્ટ કર્યુ હતુ.