રાજકોટ: રાજકોટમાં આંતર રાજ્ય ચોરી કરતી ગિલોલ ગેંગના 5 ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. મૂળ તામિલનાડુના રાજીવાસીઓને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ રાજકોટમાં ગત 2 માર્ચના રોજ 150 ફુટ રોડ પર કારમાંથી રોકડની ચોરી કરી હતી. કારના કાચ તોડી 10 લાખ ભરેલ બેગની ચોરી કરવામાં આવી હતી. 


રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પરથી કારમાંથી ચોરી થઈ હતી. સીસીટીવીના આધારે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. દિલ્હી,મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. 60 થી 65 લોકોની આ ગેંગ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.પોલીસે હાલ 5 લેપટોપ અને 5 મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે.આંતર રાજ્ય ગેંગના 5 સભ્યો હાલ રાજકોટ પોલીસના સકંજામાં આવ્યા છે.આ તમામ આરોપીઓ તમિલનાડુના અલગ-અલગ જિલ્લાના છે. સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા માહિતી આપવામાં આવી હતી. 


કારના મજબુત કાચ માત્ર ગણતરીની સેકન્‍ડોમાં જ તોડી મીનીટોમાં અંદર પડેલી રોકડ સહીતની માલમતા તફડાવવામાં માહેર આ ગેંગની પુછપરછ માટે દુભાષીયો રાખવાની ક્રાઇમ બ્રાન્‍ચની ટુકડીને ફરજ પડી છે. ગેંગના સભ્‍યોની ભાષા સરળતાથી સમજી શકાતી ન હોવાથી પોલીસને વિગતો ઓકાવવામાં અડચણ પડતી હોવાથી ગેંગની ભાષા જાણતા દુભાષીયાની મદદ લેવામાં આવી હતી.  


સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા કારખાનેદાર અર્જુન જયેશભાઇ અમૃતીયા, ૧પ૦ ફુટ રીંગ રોડના ઉપર આવેલા ઇમ્‍પીરીયલ હાઇટસ નામના કોમ્‍પલેક્ષમાં પોતાનો મોબાઇલ રીપેરીંગ કરાવવા ગયા ત્‍યારે પાર્ક કરાયેલી તેમની વૈભવી મર્સીડીઝ કારને નિશાન બનાવી કાચ તોડી ૧૦ લાખ રોકડા અને લેપટોપ ચોરી લેવામાં આવ્‍યું હતું. આ અંગે વિધિવત ફરીયાદ નોંધાતાની સાથે જ ક્રાઇમ બ્રાન્‍ચે સીસીટીવી ફુટેજ અને બાતમીદારોની બાતમીના આધારે ચોરીનો ભેદ ઉકેલવા કમ્‍મર કસી હતી. જેને ગણતરીના દિવસોમાં સફળતા મળી હતી.  


ઝડપાયેલી ગેંગે રાજકોટમાં બીજી તારીખે સાંજે હાથ માર્યો એ પહેલા બપોરે એક થી બે વચ્‍ચે જામનગરના બસસ્‍ટેન્‍ડની આસપાસ પાર્ક કરાયેલી બે કારના કાચ તોડી રોકડ અને મોબાઇલ ચોર્યા હતા. આ ઉપરાંત તા. પ મીના અમદાવાદ અને તા. ૬ઠ્ઠીના દિલ્‍હીમાં ચોરી કરી હતી. આ ઉપરાંત અગાઉ પણ દિલ્‍હીના ૭ સ્‍થળોએ ચોરી કરી હતી.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial