Amit Khunt Suicide Case: દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા 37 વર્ષીય અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે, રાજકોટ પોલીસે આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને કેસ અંગે મોટા ખુલાસા કર્યા છે. આપઘાત કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. ગોંડલ તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં અમિત ખૂંટને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ સમગ્ર ઘટનામાં સંજય પંડિત તેમજ દિનેશ પાતર નામના વકીલોની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા 17 વર્ષીય સગીરા તેમજ તેની બહેનપણી 27 વર્ષીય પૂજા રાજગોર તેમજ બંને વકીલ દિનેશ પાતર અને સંજય પંડિતની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

ગોંડલના રીબડાના યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા પ્રેસ કરીને ખુલાસા કરતાં જણાવ્યું કે, અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવાયો હતો, આ કેસમાં અમે બે વકીલ, દુષ્કર્મની ફરિયાદ કરનારી તરૂણી અને તેની બહેનપણીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલામાં બે વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરે ફસાવવા કાવતરૂ રચ્યુ હતુ. આ કેસમાં અનિરૂદ્ધસિંહ અને તેના પુત્ર વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે અને સાથે સાથે એક કથિત પત્રકારની પણ ભૂમિકા હોવાની આશંકા સેવાઇ રહી છે.

ગોંડલના રીબડાના અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવાયો હતો, આમાં બે વકીલ, દુષ્કર્મની ફરિયાદ કરનારી તરૂણી અને તેની બહેનપણીની ધરપકડ કરવામા આવી છે, પૂજા રાજગોરે કોઈ વ્યકિતના કહેવાથી સગીર યુવતીને માહિતી આપી હતી. અમિત અને તેના મિત્રોને સોશલ મીડિયામાં રિક્વેસ્ટ મોકલાઈ હતી, અને અમિતે ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા તેની વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતુ. આ મામલામાં બે વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરે ફસાવવા કાવતરૂ રચ્યુ હતું. આ કેસમાં અનિરૂદ્ધસિંહ અને તેના પુત્ર વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત આમાં એક કથિત પત્રકારની પણ ભૂમિકા હોવાની આશંકા સેવાઇ રહી છે. 

Continues below advertisement

રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આજે રાજકોટ પોલીસ જિલ્લા વડા હિમકરસિંહે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, આ પ્રેસ દરમિયાન મોટા ખુલાસા થયા હતા. હિમકરસિંહે માહિતી આપતા જણાવ્યું કે, અમિત ખૂંટના ખિસ્સામાંથી સુસાઇડ નૉટ મળી હતી. સુસાઇડ નૉટના આધારે ચાર આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ષડયંત્ર રચ્યું હોવાની બે મહિલાઓએ કબૂલાત કરી છે. એક વ્યકિત બે મહિલા સાથે મુલાકાત કરી બંનેને રૂપિયાની ઓફર કરી હતી. વ્યકિતએ બંને મહિલાને રૂપિયાની લાલચ આપી મૃતકને ફસાવવાની ઓફર આપી હતી. 

જિલ્લા પોલીસ વડાએ આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, બે મહિલા સાથે રહેતી ત્રીજી મહિલા તેને પહેલા અપાઈ હતી આ જવાબદારી. ત્રીજી મહિલા પુખ્તવયની હોવાથી સગીરને હનીટ્રેપમાં ફસાવવાની જવાબદારી અપાઇ હતી. પૂજા રાજગોરના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બંને વકીલોને આજે સાંજે કોર્ટમાં રિમાંડ માટે રજૂ કરાશે. વકીલ સંજય પંડિત ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. વકીલ સંજય પંડિત સામે દુષ્કર્મ સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. રેપ વીથ પોક્સોનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લાઈક કર્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. ષડયંત્ર રચનારો એક શખ્સ ઈન્સ્ટાગ્રામમાં વાતચીત કરતો હતો, ફોનમાં વાત સગીરા કરતી હોવાનો તપાસમાં ખુલાસો પણ થયો છે.