Rajkot Crime News: ગુજરાતમાં વધુ એકવાર વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે, રાજકોટમાં વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણીની સાથે સાથે હવે દુષ્કર્મની પણ ઘટનાને અંજામ આપ્યો છે. રાજકોટમાં વ્યાજખોરોએ હદ વટાવતા 14 વર્ષીય તરુણી પર એક નહીં પરંતુ બે-બે વાર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પણ આ વ્યાજખોરો દ્વારા 17 વર્ષીય દીકરીની છેડતી કરી હતી, અને પરિવારના સભ્યોનું અપહરણ પણ કર્યુ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 14 વર્ષીય તરુણી પર વ્યાજખોરો દ્વારા બે વાર દુષ્કર્મ આચવામાં આવ્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઘટના એવી છે કે, રાજકોટમાં વ્યાજખોરોઓ એક પરિવારને એક લાખ રૂપિયાની કડક ઉઘરાણી ચાલુ કરી હતી, વ્યાજખોરો દ્વારા આ પરિવારના ચાર સભ્યોનું અપહરણ કરવામાં આવ્યુ હતુ, અને બાદમાં 14 વર્ષીય તરુણી પર બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ. આ વ્યાજખોરોઓ એક લાખ રૂપિયાની ખોટી ઉઘરાણી કરી હતી અને આ ઘટનામાં વ્યાજખોરોએ પોલીસ ફરિયાદનો ખાર રાખી 14 વર્ષીય તરુણી પર તેના પરિવારજનો સામે બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ, એટલું જ નહીં વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો વધુ એક લાખ ચૂકવવા દબાણ પીડિત પરિવાર પર દબાણ કરતાં હતા.
જ્યારે વ્યાજખોરો વધારાના રૂપિયાની ઉઘરાણી કરવા પીડિત પરિવારના ઘરે જતા હતા તે સમયે પહેલા પણ 17 વર્ષીય દીકરીની છેડતી કરી હતી, આ ઘટનામાં આ પહેલા આ 17 વર્ષીય દીકરીની છેડતી થઇ અને આ દીકરીએ પોલીસ કમિશનર કચેરીમાં દવા પી આપાઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. વ્યાજખોરોનો ત્રાસ એટલો વધી ગયો હતો કે, 17 વર્ષીય દીકરીની છેડતી અને આપઘાતના પ્રયાસવાળી ફરિયાદ પાછી ખેંચવા વારંવાર પરિવાર પર દબાણ કરતા હતા. ફરિયાદ પાછી ના ખેંચતા વ્યાજખોરોઓ પીડિત પરિવારના ચાર સભ્યોના અપહરણ કર્યા હતા, બાદમાં 14 વર્ષીય તરુણી પર બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ.
આ સમગ્ર ઘટના બાદ પોલીસે આ બનાવમાં આરોપી હકુભા ખીયાની તેની પત્ની ખતુબેન, પુત્ર એઝાદ, પુત્રવધૂ સોનીબેન એઝાદ ખિયાની અને અન્ય એક અજાણ્યા શખ્સ સહિત કુલ પાંચ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. આઇપીસીની કલમ ૩૭૬(૨) અને (૩), ૩૬૩, ૩૬૫, ૫૦૪, ૫૦૬, ૩૨૩, ૧૧૪, પોકસો એક્ટની કલમ-૬, એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.