રાજકોટ: ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમાં ગજગ્રાહ જોવા મળ્યો છે.  ભાજપના કેટલાક સદસ્યોએ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર કાર્યનીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેને લઈને જિલ્લા પંચાયતની સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપર સભ્યોએ તડાફડી બોલાવી હતી. 


મીડિયાના પ્રતિનિધિઓને સંકલન સમિતિ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. પણ એવી માહિતી સામે આવી છે કે, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર સામે સભ્યોમાં નારાજગી  વ્યક્ત કરી હતી. સભ્યોની નારાજગી દૂર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મધ્યસ્થી બન્યા હતા. ભાજપનો આંતરિક ખટરાગ બહાર ન આવે તેવા પ્રયાસો તેમના તરફથી કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપના પ્રમુખે દાવો કર્યો કે, ભાજપમાં કોઈ જુથવાદ નથી. સભ્યોના જે પ્રશ્નો હતા તે સંકલન સમિતિમાં દૂર કરવામાં આવ્યા છે.


રાજકોટ જિલ્લા પંચાયત આંતરિક ધુંધવાટ સામે આવ્યો છે. ભાજપના કેટલાક સદસ્યો દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ સામે જિલ્લા ભાજપ પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર કાર્યનીતિ સામે રજૂઆત કરી હતી.જેને લઈને આજે જિલ્લા પંચાયતની સંકલનની બેઠક મળી હતી.બાંધકામ સમિતિની ચેરમેન પી.જી ક્યાડાનું નિવેદન આપ્યું હતું. થોડાક મનભેદ થતા હોય સામાન્ય બાબત હતી.10 થી 12 મહિના સુધી ભથા મળતા ન હતા. સંકલન થતું ન હતું અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઓછી હાજરી હતી. આજે સંકલન બેઠક મળી છે. મારી પાસે સભ્યો રજુઆત મળી હતી એટલે માટે જિલ્લા ભાજપના પ્રમુખને રજુઆત કરી હતી. કોઈના વિસ્તારમાં વધુ કામ થતું કોઈ વિસ્તારમાં ઓછું કામ થતું હોય.ઓછું સંકલન થતું હતુ,અમારે જિલ્લા પંચાયત પ્રમુખ સામે કોઈ વાંધો નથી.


રાજકોટ  જિલ્લા પંચાયતની સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપર સભ્યોએ તડાફડી બોલાવી હતી. મીડિયાને સંકલન સમિતિ બેઠકથી દુર રાખવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર સામે સભ્યોમાં નારાજગી  વ્યક્ત કરી હતી.આજે બેઠકમાં સભ્યોની નારાજગી દૂર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મધ્યસ્થી બન્યા હતા.  ભાજપનો આંતરિક ખટરાગ બહાર ન આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખે આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપમાં કોઈ જુઠવાદ નથી સભ્યોના જે પ્રશ્નો હતા તે સંકલન સમિતિમાં દૂર કરવામાં આવ્યા છે.