પત્રમાં લખ્યું પરમીટ ધરકો માટે દારૂ એ દવા છે. પરમીટધારકો આપઘાત કરવા લાગ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
રાજકોટ: રાજકોટના પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી અને રમાબેન માવાણીએ વાઇન શોપ ખોલવા મંજૂરી આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રાર્થના પત્ર લખ્યો છે. માજી સાંસદ રામજીભાઈ માવાણી અને રમાબેન માવાણી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે આરોગ્ય સુખાકારી માટે વાઇન શોપ ખોલવાની મંજૂરી આપો. હેલ્થ માટે જે લોકોને પરમીટ આપવામા આવી છે તેઓની હાલત નાજુક હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણીએ લખેલા પત્રમાં ગેરકાયદે દારૂનું વેચાણનું દુષણ વધ્યાનો ઉલ્લેખ કર્યો છે. રામજીભાઈએ પત્રમાં લખ્યું પરમીટ ધરકો માટે દારૂ એ દવા છે. પરમીટધારકો આપઘાત કરવા લાગ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણીએ લખેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે હેલ્થમાટે જે લોકોને પરમીટ આપવા આવી છે તેની હાલત નાજુક હોવાનું કહેવામાં આવ્યું છે.