રાજકોટમાં તબીબ અને બ્યુટીશિય પરિણીતાએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. 27 વર્ષની પૂજા વિનીત બેડિયા પોતાનાં પિયર આવી હતી અને ત્યાં જ આત્મહત્યા કરી હતી. જોકે હાલ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ જાણવા મળ્યું નથી. હાલ રાજકોટના માલવિયાનગર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ બીગબજાર પાછળ જગન્નાથ પ્લોટમાં રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટમાં પૂજા તેના પતિ સાથે રહેતી હતી. જોકે રવિવારે જાનકી પાર્કમાં રહેતા પિતા જીતુભાઈ પટેલના ઘરે અચાનક આવી પહોંચી હતી. ત્યાર બાદ પિતા તેને પૂછ્યું પણ હતું કે કેમ અચાનક ઘરે આવી જોકે તેણે કંઈ જવાબ આપ્યો નહતો. સોમવારે વહેલી સવારે તે બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. સારવાર માટે તેને તાત્કાલિક કુવાડવા રોડ પરથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પૂજાના જમણા હાથમાં ઈન્જેક્શનના નિશાન પણ જોવા મળ્યાં હતા.

ફોરેન્સીક નિષ્ણાંતોના મતે ડો. પૂજાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું માલુમ પડે છે. પરિવારજનોના નિવેદન લેતાં મહિલા તબીબે માનસિક રીતે ભાંગી ગયા હોવાથી આ પગલું ભર્યાની પોલીસે અટકળ વ્યક્ત કરી હતી. જોકે હાલ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

પૂજાએ ચાઈનામાં MBBSની ડિગ્રી મેળલી હતી ત્યાર બાદ બોલીવૂડ ઈન્ટરનેશનલમાં મેકઅપ આર્ટિસ્ટનો અભ્યાસ પણ કર્યો હતો. જોકે છેલ્લા ત્રણ વર્ષથી પતિ સાથે ફેક્ટરી પણ સંભાળતી હતી અને કાલાવડ રોડ પર આવેલ બ્યુટી પાર્લર પણ ચલાવતી હતી.