રાજકોટ: રાજકોટમાં રાજ્ય કક્ષાની ઉજવણી થઈ હતી ત્યારે બીજી બીજુ લગ્ન પ્રસંગમાં પણ રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં રહેતા ગોહિલ પરિવારના આંગણે લગ્ન પ્રસંગ છે. જોકે લગ્ન પહેલા ગોહિલ પરિવારના ઘરે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો. નવદંપતિ પ્રભુતામાં પગલા પાડે એ પહેલાં જ ધ્વજવંદન કર્યું હતું.

રાજકોટમાં રહેતા ગોહિલ પરિવારના ઘર આંગણે એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે નવદંપતિ પ્રભુતામાં પગલા પાડે તે પહેલા ધ્વજવંદન કર્યું હતું. આ ઉપરાંત ભારત માતાનું પૂજન પણ કર્યું હતું.

વરરાજાએ કહ્યું હતું કે, તેમની ઈચ્છા હતી કે તેમના લગ્ન 26 જાન્યુઆરીએ થાય અને તેઓ લગ્નના ફેરા ફરે તે પહેલા રાષ્ટ્રધ્વજને સલામી આપી ભારત માતાનું પૂજન કરે એવી ઈચ્છા હતી. આ પ્રમાણે જ તેમણે પોતાના લગ્ન પહેલા ધ્વજવંદન કરી પોતાની રાષ્ટ્રીય ભક્તિ વ્યક્ત કરી હતી.