Rajkot Game Zone Fire:  રાજકોટમાં સુરતમાં બનેલા તક્ષશિલા અગ્નિકાંડ કરતા પણ મોટો અગ્નિકાંડ સામે આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે. જો કે, હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. એવા અહેવાલો છે કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. રાજકોટમાં 5 વર્ષ બાદ તક્ષશિલાથી પણ મોટો અગ્નિકાંડ સામે આવ્યો છે. રાજકોટમાં આવેલ TRP ગેમઝોન આગકાંડમાં 24 લોકોના મોત થયા છે. 


તો બીજી તરફ આ અગ્નિકાંડને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. TRP ગેમઝોન ફાયર NOC વિના જ ચાલતો હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે, આપણે ભૂતકાળની ઘટનાઓથી કઈ શિખ્યા નથી. અત્યાર સુધી 24 લોકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે.


આગકાંડ બાદ ગેમઝોનના સંચાલકો ફરાર થઈ ગયા છે. આ ગેમ ઝોનમાં 30-40નો સ્ટાફ હતો જે તમામ હાલ ફરાર છે. તો બીજી તરફ મૃતદેહો એ હદે બળી ગયા છે કે, DNA ટેસ્ટ બાદ મૃતદેહોની ઓળખ થશે.


ગેમ ઝોનના સંચાલકો ફરાર


યુવરાજસિંહ સોલંકી, માનવિજયસિંહ સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ ગેમ ઝોનના સંચાલકો હોવાની માહિતી સામે આવી રહી છે. ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ ફરાર હોવાની માહિતી સામે આવી છે.  જો કે તેને જગ્યા ભાડે આપી હતી તેવી માહિતી સામે આવી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને હાલમાં રાજકોટના તમામ ગેમઝોન બંધ કરવા આદેશ અપાય છે. ફાયર સેફ્ટી સહિતના તમામ બાબતે તમામ ગેમ ઝોનની તપાસ થશે ત્યાર બાદ જ ચાલું કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.



સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી



રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 24 મૃતદેહ પહોંચ્યા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો છે. રાજકોટમાં TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગવાની ઘટનાને સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. .







રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ શક્તિસિંહે ભાજપ પર કર્યા પ્રહાર