રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં બે સુપરસ્પેશ્યાલિસ્ટ ડોક્ટર અને ત્રણ કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલમાં કોરોનાના કેસ આવતાં ગોકુલ હોસ્પિટલ 23મી તારીખ સુધી બંધ કરવામાં આવી છે. તમામ ડોક્ટરો વેરાવળ મેડિકલ કેમ્પમાં ગયા હતા.
રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 520 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25 હજાર 148એ પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1561 પર પહોંચ્યો છે. આજે 348 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17438 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર- 16, ભરુચ-7, જામનગર- 6, જુનાગઢ- 5, ભાવનગર 4, રાજકોટ 4, આણંદ-4, પાટણ-4, ખેડા 4, મહેસાણા 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, દેવભૂમિ દ્વારકા, 2, અમરેલી 2, મહીસાગર 1, સાબરકાંઠા 1, બોટાદ 1, દાહોદ 1, નવસારી 1, નર્મદા 1, મોરબી 1 અને અન્ય રાજ્યના 4 કેસ નોંધાયા છે.
રાજકોટની કઈ હોસ્પિટલના 2 ડોક્ટર- 3 કર્મીને થયો કોરોના? કઈ તારીખ સુધી હોસ્પિટલ રહેશે બંધ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2020 01:13 PM (IST)
રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં બે સુપરસ્પેશ્યાલિસ્ટ ડોક્ટર અને ત્રણ કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -