Gold Story: 'પીળું એટલું સોનુ નહીં' એ કહેવત તો આપણે બધાએ સાંભળી જ છે, આ તો માત્ર કહેવત છે પરંતુ હકીકતમાં હાલમાંજ રાજકોટમાંથી સોનાની શુદ્ધતા પર સવાલો ઉઠ્યા છે, અને આ સવાલો બીજા કોઇએ નહીં પરંતુ એક વેપારી દ્વારા જ ઉઠાવવામાં આવ્યા હતા. આ પછી રાજકોટમાં સોની માર્કેટમાં હલચલ તેજ થઇ ગઇ હતી અને સોનાની શુદ્ધતાને માપવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
અહીં ગઇકાલે રાજકોટમાં સોનાંના વેપારીએ સોનાની શુદ્ધતાને લઈને સવાલો ઉઠાવ્યાં હતા, આ મામલે આજે રિયાલિટી ચેક કરવામાં આવ્યુ ત્યારે અસલી સોનાનુ પરખ કઇ રીતે થાય છે તે પણ જાણવા મળ્યુ છે....
રાજકોટના સોની માર્કેટમાં ગઇકાલે સોનાના એક વેપારીએ સોનાની શુદ્ધતાને લઇને સવાલો ઉઠાવ્યા હતા, આ મામલો જ્યારે તુલ પકડવા માંડ્યો તો ગૉલ્ડ ડીલર એસોસીએશનને વેપારીની આ વાતને વખોડી કાઢી હતી. ખાસ વાત છે કે, આ ઘટનાને લઇને abp asmita દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યુ હતુ. સોનાના ટેકનિકલના જાણકાર કેતનભાઇ સોનીએ સમજાવ્યું કઈ રીતે 100 ટચનું સોનું કહી શકાય, તેમને XRF મશીનમાં સોનાની શુદ્ધતા માપવામાં આવતી હોવાની વાત કહી હતી. તેમના જણાવ્યા અનુસાર, સોનાની શુદ્ધતાના માપદંડવાળા મશીનમાં ગૉલ્ડ, સિલ્વર, કૉપર અને ઝીંક માન્ય રહે છે, હૉલમાર્ક અને એચયુઆઇડીના નિયમ મુજબ 22 કેરેટ સોનામાં 91.66 ટકા સોનુ હોવું જરૂરી છે, અને 24 કેરેટમાં 99.99 સોનુ હોવું જરૂરી છે. ઇરેડિયમ, રૂથેનિયમ, ઓસમિયમ પાઉડર ફોર્મમાં ધાતુ હોય છે, સોનાની શુદ્ધતા માપનારા આ આધુનિક XRF મશીનોમાં પાવડરના ફોર્મમાં અન્ય ધાતુ હોય તો પણ પકડાઈ જાય છે. સોનામાં કોઈ પાવડર મિશ્રિત થયા હોય તો પણ આ આધુનિક XRF મશીનથી ખબર પડી જાય, આ રીતે એબીપી અસ્મિતા ટીમ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં સોનાની શુદ્ધતા માપવામાં આવી હતી.
શું છે મામલો -
ખરેખરમાં, ગઇકાલે રાજકોટમાં રાજકોટના સોની બજારમાં 'પીળું એટલું સોનુ નહિ'ના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. આ પછી રાજકોટના સોની વેપારીઓમાં સોનાની શુદ્ધતાને લઈને મતમતાંતરો ઉભા થયા હતા. આ બૉર્ડ સંદીપ કંસારા દ્વારા લગાવવામાં આવ્યા હતા, અને સોની અગ્રણીઓ દ્વારા બોર્ડ લગાવનાર પ્રદીપ કંસારા સામે જોરદાર રોષ ફેલાયો હતો. જોકે, સોનાની શુદ્ધતાને લઇને લગાવવામાં આવેલા બૉર્ડ અને નિવેદનોને રાજકોટના ગૉલ્ડ ડીલર એસોસિયેશનના પ્રમુખ ભાયાભાઈ સોહાલીયા દ્વારા વખોડી કાઢવામાં આવ્યા હતા, તેમને જણાવ્યુ હતુ કે, પ્રદીપ કંસારાએ પોતાની અંગત હરીફાઈના કારણે આવા બોર્ડ લગાવ્યા છે, સોનામાં આવી કોઈ જ ભેળસેળ થતી નથી, પોતાના અંગત હરીફાઈના કારણે પ્રદીપ કંસારાએ સોની વેપારીઓને વગોવ્યા છે.