રાજકોટઃ ગોંડલ હાઇવે પર શાપર વેરાવળ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રક, રિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયો હતો. જેમા એક્ટિવા ચાલકનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રાસ્ત થયા હતા. નવરાત્રીના તહેવાર પર યુવાનનું મોત થતા પરિવારમાં શોકની લાંગણી  ફરીવળી હતી. ઘાયલોને રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસે અકસ્માતનો ગુનો નોધીને આગળની તપાસ હાથ ધરી હતી.