Rajkot Hatya News: રાજકોટમાં ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે. આ વખતે ધરેલુ કંકાસ અને ડૉમેસ્ટિક વાયૉલેન્સ વાળી ઘટનાને લઇને હત્યાની ઘટના ઘટી છે. જોકે, હજુ સુધી હત્યાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવી શક્યુ નથી. પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો અને બાદમાં પથ્થરનો બ્લૉક માથામાં મારીને પત્નીની હત્યા નિપજાવી હોવાની ચર્ચા ચાલી રહી છે. 


માહિતી પ્રમાણે, રાજકોટમાં ઘરેલુ કંકાસમાં એક વ્યક્તિની હત્યા થઇ હોવાની વાતો ચર્ચા રહી છે. પોલીસ ફરિયાદ અનુસાર, રાજકોટના સ્પીડ વેલ પાર્ટી પ્લૉટ પાસે આવેલી અંબિકા ટાઉનશીપમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, અને આ મામલે બાદમાં પતીએ ગુસ્સામાં આવીને પોતાની પત્ની જેનું નામ અંબિકા સિરોડી છે તેને માથામાં પથ્થરનો બ્લૉક મારીને હત્યા કરી દીધી છે. હાલમાં આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. 


ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, માથામાં ઉપરાછાપરી ઝીંક્યા હથોડાના ઘા


દક્ષિણ ગુજરાતમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, અહીં ઘરેલુ કંકાસના કારણે એક વ્યક્તિનો મોત થયુ છે. મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગોરખડા ગામે આ હત્યાની ઘટના સામે આવી છે. જિલ્લાના ધરમપુરના ગોરખડામે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઘરેલું ઝઘડા થતાં રહેતા હતા, આ વાતને લઇને ક્રોધે ભરાયેલા પતિ જીતેશ ચંદુભાઇ કુંવરે પોતાની જ પત્ની મયુરીબેનને માથાના ભાગે હથોડાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના બાદ ગોરખડા ગામના લોકોએ હત્યારા પતિ જીતેશને પકડી લીધો હતો અને બાદમાં પોલીસના હવાલે કર્યો હતો. 


પૈસાની લેવડ-દેવડ મામલે બે મિત્રોએ એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો, ધારદાર હથિયારથી માર્યા 9 ઘા


સુરતમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે, શહેરના ડિંડોલી વિસ્તારમાં પૈસાની લેવડ દેવડ મામલે એક યુવાનની હત્યા થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બે મિત્રોએ જ ત્રીજા મિત્રને હથિયારોના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો પરિવારનો આરોપ છે. હાલમાં આરોપીએ ફરાર છે અને પોલીસ પકડવા માટે શોધખોળ કરી રહી છે. સુરતમાં હત્યાની ઘટનાથી ફરી એકવાર પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યાં છે. સુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના ઘટી છે. ઘટનાની વિગતો એવી છે કે, ડિંડોલી વિસ્તારમાં રહેતા એક 23 વર્ષીય યુવાન જેનુ નામ દેવીદાસ પાટીલ છે, જેનો પૈસાની લેવડ દેવડ મામલે ઝઘડો ચાલી રહ્યો હતો. મૃતક દેવીદાસ અને તેના બે મિત્રો જેનુ નામ બાળા અને ચીના છે, તેમની વચ્ચે લેવડ દેવડ મામલે વધુ ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઘટનામાં ગુસ્સે ભરાયેલા બાળા અને ચીનાએ ઘાતક હથિયારોથી 23 વર્ષીય દેવીદાસ પાટીલ પર જીવલેણ હુમલો કર્યો હતો. દેવીદાસ ઉપર 9 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા, જેમાં દેવીદાસનું મોત નીપજ્યુ હતુ. હાલમાં દેવીદાસના મૃતદેહને શહેરની નવી સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવી છે. તો વળી, બન્ને હત્યારાઓ હાલમાં ફરાર છે.