Rajkot News: વડાપ્રધાનની માતા હીરાબાનું 30 ડિસેમ્બર, 2022ના રોજ નિધન થયું હતું. હીરાબાએ યુ,એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યુ હતું કે શાનદાર શતાબ્દી કા ઇશ્વર ચરણો મેં વિરામ..માં મેં મૈને હંમેશા ઉસ ત્રિમૂર્તિ કી અનુભૂતિ કી હૈ, જિસમે એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગી કા પ્રતીક ઔર મૂલ્યોં કે પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહા હૈ.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની યાદમાં રાજકોટના ન્યારી ડેમ પર ₹15 લાખના ખર્ચે હીરાબા ચેકડેમ બનાવવામાં આવશે. ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગીર ગંગા ટ્રસ્ટના દિલીપ સખીયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. માત્ર આઠ દિવસમાં ચેકડેમ જેવું સરોવર બનાવવામાં આવશે.



ગેનીબેન ઠાકોરે ભાજપનાં કર્યાં ભરપૂર વખાણ, કોંગ્રેસના ક્યા નેતાઓ પર જાહેરમાં  જ કર્યા આકરા પ્રહાર ? 


કાંકરેજના ચાંગામાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બળાપો કાઢ્યો. પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હાજરીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કર્યા.ગેનીબેને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કહ્યું, ભાજપની સ્ટ્રેટેજી જુઓ આખી સરકાર બદલી નાંખે. આખું મંત્રીમંડળ બદલી નાખે અને જેની ટિકિટ કાપી હોય તોય કોઈ ના બોલે. આપણા કોંગ્રેસમાં કંઈ જ વધ્યું નથી તોય ખબર નથી રોજ શેના ભાગ પાડવાના રહી ગયા. મને 1.2 લાખ મત મળ્યા એમાંથી 2000 જ પાંચ વર્ષ દરમિયાન લોહી પીવાના. ટિકિટ કોન્ટ્રાક્ટ પૈસા અને ગાડી એકે ત્યાં હાજર થવાનું, આ બધું બે હજાર વાળા ને જ જોઈએ બાકીના એક લાખ મતદારો તો કંઈ બોલતા જ નથી.


દેશના આ રાજ્યોમાં ઠંડીને લઈ હવામાન વિભાગે જાહેર કર્યુ યલો એલર્ટ


મંગળવારે દિલ્હીનું તાપમાન વધુ ઘટવું જોઈએ. હવામાન વિભાગે મંગળવાર અને બુધવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. વિભાગે મંગળવાર અને બુધવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 6 જાન્યુઆરી સુધીમાં તાપમાન ચાર ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ સુધી સવારે દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસની સંભાવના છે.