રાજકોટઃ શહેરના પ્રેમ મંદિર પાસે યુવતીને એક યુવકે ગોળી મારીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ધોળા દિવસે જાહેરમાં બનેલી ફાયરીંગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 



આ અંગેની વિગતો એવી છે કે, જે યુવતીની હત્યા કરવામાં આવી તે બ્યુટી પાર્લર ચલાવતી હતી. યુવતીનું નામ સરિતા પંકજભાઈ ચાવડા છે. રવિ પાર્કમાં આવેલા મકાનમાં યુવતીની હત્યા કરવામાં આવી છે. આરોપી આકાશ મોર્ય ગોરખપુરથી આવ્યો હતો અને ફાયરિંગ કરીને હત્યા કરી નાંખી હતી. પતિની નજર સામે જ હત્યા કરવામા આવી હોવાનું સામે આવ્યું છે. 


ડીસીપી મનોહરસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરપ્રાંતીય આરોપીને માધાપર ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. જોકે, યુવતીની કેમ હત્યા કરવામાં આવી તે જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે. 

Rajkot : કાર-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોતથી અરેરાટી


રાજકોટઃ જામકંડોરણા દુધીવદર ગામ નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.  દુધીવદર ગામ નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક,  એક મહીલા અને એક નાના બાળકનું મોત નીપજ્યું છે. 


એક જ પરીવારના ત્રણ સભ્યોના મોતથી અરેરાટી મચી જવા પામી છે.  અકસ્માતમાં કાર ચાલક કાર મુકીને ફરાર થયો તેવું સ્થાનિકોએ મૌખિક જણાવ્યું હતું. મૃતકો કોઈ વાડીના મજૂર હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. જામકંડોરણા પોલીસ દ્વારા અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.


ગૃહિણીઓ માટે ફરી એકવાર માઠા સમાચારઃ સાતમ-આઠમના તહેવારો પહેલા ખાદ્યતેલનામાં ભાવમાં ઝીંકાયો વધારો


રાજકોટઃ જન્માષ્ટમીના તહેવાર પહેલા  ગૃહણી માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર સીંગ તેલ, કપાસિયા અને પામ તેલના ભાવમાં ફરી ભાવ વધારો ઝીંકાયો છે. 6 દિવસમાં 25 થી 40 રૂપિયા સુધીનો ભાવ વધારો ઝીંકાયો છે. સીંગ તેલ 2465થી વધીને 2490 પહોંચ્યો છે. 


કપાસીયા તેલનો ભાવ 2400 થી વધીને  2440 પહોંચ્યો છે. જ્યારે પામ તેલનો ભાવ 1965 થી વધીને 2010 પહોંચ્યો છે. સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગયું છે. બીજી તરફ શાકભાજીના ભાવ પણ વધારે છે, ત્યારે તહેવાર ટાણે જ ભાવ વધારાથી ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે.