રાજકોટઃ રાજકોટના નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતાં નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 28 વર્ષીય પરણીતાએ બે માસૂમ બાળકો સાથે આત્મવિલોપન કરી લીધું હોવાનું સામે આવ્યું છે. ગૃહક્લેશમાં માતાએ પોતાના સંતાનો સાથે સળગીને આપઘાત કરી લીધો છે. 


આપઘાત કરનાર યુવતીના  પતિએ કહ્યું મારે ક્યારેય બોલાચાલી થઈ નથી. મારી માતાને એકવાર બોલાચાલી થઈ હતી. વહેલી સવારે સમગ્ર ઘટના બની. DCP સહિતના પોલીસે અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટ કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. 28 વર્ષની દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના બે બાળકો ધવલ અને મોહિત સાથે આત્મહત્યા કરી લીધી છે. આપઘાતને પગલે પરિવાર અને ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ગૃહકલેશને કારણે પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.


Mehsana : કેનાલમાં ઝંપલાવીને યુવકે કરી લીધો આપઘાત, યુવતી સહિત ત્રણ શખ્સોને આપ્યા હતા રૂપિયા


મહેસાણાઃ કડી રુદ્ધ કુટીર સોસાયટીમાં રહેતા વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાથ ઉછીના આપેલા પૈસા પરત નહીં આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.  ત્રણ શખ્સ સહિત એક મહિલાને હાથ ઉછીના પૈસા આપ્યા હતા. બીજી બાજુ 2 લોકોને પૈસા ચૂકવવાના હતા.


આપેલ પૈસા પરત નહીં આવતા અને બીજી બાજુ કડક ઉઘરાણીને કારણે ત્રસ્ત થઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પૈસા લઈ પરત નહીં કરનાર અને પૈસા માટે કડક ઉઘરાણી કરનાર મહિલા સહિત 4 સામે આપઘાત માટે દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. 


અમદાવાદ ઇન્દોર હાઈવે પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત, 25થી વધુ લોકો ઘાયલ
ખેડાઃ અમદાવાદ ઇન્દોર હાઇવે પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. લક્ઝરી બસ મધ્ય પ્રદેશથી મુન્દ્રા આવી રહી હતી, ત્યારે વહેલી સવારે  અકસ્માત થયો હતો. ખોખરવાળા પાટીયા પાસે લક્ઝરી બસ  પલ્ટી જતા દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં 25થી 30 લોકોને નાની મોટી ઇજા પહોંચી છે. ઘટનાની જાણ કઠલાલ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પાસિંગની જીજે-01, બીઝેડ-8324 નંબરની બસને ખેડા પાસે અકસ્માત સર્જાયો હતો.