Rajkot News: રાજકોટમાં એક કરૂણ ઘટના સામે આવી છે. મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેશન કરીને આવતાં યુવકની કાર પલ્ટી મારી જતાં યુવકનું મોત થયું હતું, જ્યારે તેના બે મિત્રોને ગંભીર ઈજા થઈ હતી.


મળતી વિગત પ્રમાણે, રાજકોટના મવડી 150 ફૂટ રીંગ રોડ પર કાર પલટી જતા મયુર નગરના પ્રતીક પટેલનું મૃત્યુ થયું હતું, જ્યારે બે મિત્રોને ગંભીર ઈજા થઈ છે. ગોંડલથી બર્થ ડે ઉજવણી કરી પરત આવતી વખતે આ ઘટના બની હતી. આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


વિધાનસભા ચૂંટણીને લઈ રાજકોટમાં આજે ઈવીએમ કરાશે ડિસ્પેચ


રાજકોટ વિધાનસભાની ચૂંટણીને લઈને આજે EVM ડિસ્પેચ કરવામાં આવશે. રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠકો માટે EVM ડિસ્પેચ કરવામાં આવશે. રાજકોટ શહેર અને જિલ્લાની આઠ બેઠકો માટે અલગ અલગ વિસ્તારોમાં ઇવીએમ લઈને ચૂંટણી વિભાગના કર્મચારીઓ પહોંચશે. રાજકોટના વિરાણી હાઇસ્કુલ,પીડી માલવીયા કોલેજ, શેઠ હાઈસ્કૂલ સહિતના અલગ અલગ ડિસ્પેચ સેન્ટરો થી ઇવીએમ અલગ અલગ મતદાન મથકોએ પહોંચાડવામાં આવશે. શહેર અને જિલ્લાને અનેક વિસ્તારોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું નિધન


ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું નિધન થયું છે. તેઓ 64 વર્ષના હતા. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું.


આજે થશે અંતિમ સંસ્કાર


આજે (બુધવાર) બપોરે 1 વાગ્યે બેંગલુરુના હેબ્બલ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી કિર્લોસ્કર છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતીમાં કહેવામાં આવ્યું છે કે વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું અકાળે અવસાન થયું છે. આ માહિતી આપતા અમને ખૂબ જ દુઃખ થાય છે. દુઃખની આ ઘડીમાં અમે દરેકને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ


બાયોકોનના કિરણ મઝુમદારે વ્યક્ત કર્યુ દુઃખ


બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તે વિક્રમના આઘાતજનક અવસાનથી આઘાતમાં છે. તે આવા પ્રિય અને સાચા મિત્ર હતા જેને હું ખૂબ જ યાદ કરીશ. હું તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.