Rajkot: વર્ષ 2020માં સમગ્ર વિશ્વમાં કોરોનાની ભયંકર લહેર આવી, આ દરમિયાન ભારત સહિતના કેટલાય દેશોમાં મોટા પાયે દર્દીઓ મૃત્યુ પામ્યા અને કેટલાય લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ દરમિયાન ફાઇનાન્સિયલ કેટલીય લેવડદેવડ થઇ હતી, જોકે, આ મામલે હવે ઇન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છમાં એકસાથે 5 હજાર નૉટિસ ઇશ્યૂ કરતાં કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે. 


મળતી માહિતી પ્રમાણે, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કોરોના કાળની લેવડદેવડને ધ્યાનમાં લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં એક સાથે 5 હજાર નૉટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. આટલી બધી મોટી સંખ્યામાં ઇન્કમટેક્સ વિભાગની નૉટિસ ઇશ્યૂ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોરોના સમયની કમાણીને લઈને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ડૉક્ટરો-તબીબોને પણ નૉટિસો ફટકારવામાં આવી છે. આ લિસ્ટમાં ડૉક્ટરો ઉપરાંત ઉદ્યોગપતિઓ, સોની વેપારીઓ સહિતાના લોકો સામેલ છે, આ તમામ લોકોને નૉટિસ ફટકારીને ખુલાસો પુછવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, આઇટી વિભાગની આ કામગીરીમાં એક હજારથી વધુ તબીબોને પણ નૉટિસ મોકલવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આવી રીતે ધડાધડ નૉટિસ ઇશ્યૂ થતાં કરદાતાઓમાં દોડધામ મચી ગઇ છે.


આવકવેરો ભરનાર લોકો માટે ગૂડ ન્યુઝ, હવે ઓછો આપવા પડ઼શે ટેક્સ


સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ભાડા મુક્ત મકાનો માટે પગારદાર લોકોને મોટી રાહત આપી છે. આ હેઠળ, જે કર્મચારીઓને તેમની કંપની દ્વારા ભાડા-મુક્ત રહેવાની સુવિધા આપવામાં આવી છે તેઓ હવે વધુ બચત સાથે ઉચ્ચ પગાર મેળવી શકશે. કારણ કે, IT વિભાગે ભાડા-મુક્ત રહેઠાણ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ પહેલાથી જ આવકવેરા નિયમોમાં સુધારાની સૂચના આપી ચૂક્યું છે. સીબીડીટીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારીઓ સિવાયના કર્મચારીઓના મૂલ્યાંકનમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે કંપનીની માલિકીના મકાનોમાં રહે છે.


નવા નિયમોમાં શું છે?


આવકવેરા વિભાગે કંપની દ્વારા તેના કર્મચારીઓને આપવામાં આવતા ભાડામુક્ત રહેઠાણનું મૂલ્યાંકન કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, જ્યાં એમ્પ્લોયર દ્વારા કર્મચારીઓને અનફર્નિશ્ડ આવાસ આપવામાં આવે છે, અને આવા આવાસની માલિકી કંપની પાસે છે, તેનું મૂલ્યાંકન હવે અલગ રીતે કરવામાં આવશે, નવા નિયમો હેઠળ, હવે શહેરી વિસ્તારોમાં જેમની વસ્તી 2011ની વસ્તી ગણતરી મુજબ 40 લાખથી વધુ છે, HRA પગારના 10 ટકા હશે. અગાઉ તે 2001ની વસ્તી ગણતરી મુજબ 15 ટકા હતો. AKM ગ્લોબલ ટેક્સ પાર્ટનર અમિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “કર્મચારી જેઓ પર્યાપ્ત પગાર મેળવે છે અને એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલા આવાસમાં રહે છે તેઓ હવે વધુ બચત કરી શકશે કારણ કે તેમનો કરપાત્ર આધાર હવે સુધારેલા દરો સાથે ઓછો થવા જઈ રહ્યો છે. . આવી સ્થિતિમાં તેમના ઘરની કિંમત ઘટશે અને તેમનો પગાર પણ વધશે. AMRG એન્ડ એસોસિએટ્સના CEO ગૌરવ મોહનના જણાવ્યા અનુસાર, HRA મેળવતા કર્મચારીઓના કરપાત્ર પગારમાં ઘટાડો થશે, જેનાથી નેટ ટેઇક હોમ સેલેરી  વધશે. આનાથી એક તરફ કર્મચારીઓની બચત વધશે તો બીજી તરફ સરકારની આવકમાં ઘટાડો થશે.