Rajkot:  રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડતાં રેસકોર્સ મેદાનમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય એવાં દ્રશ્યો રચાયા હતાં. વહિવટી તંત્ર અને પોલીસ થકી કેટલીક અગવડો પડતી હોવા છતાં લોકોએ બે વર્ષની મનોરંજનની ઉણપનું જાણે સાટું વાળી દીધું હતું અને હવે રીતસર હૈયેહૈયું દળાય એવી ભીડ જોવા મળી.




મેળામાં મહિલા સહિત એક સાથે પાંચ- પાંચ રાઈડર્સ બાઈક અને કાર હંકારતા હોય એવા મોતના કૂવા આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. ફજરફાળકા, ટોરાટોરા, ઝુલા રાઈડ, ઓક્ટોપસ, ડ્રેગન રાઈડ, મોતના કૂવામાં વિશેષ ભીડ જોવા મળી હતી. વરસાદે વિરામ લેતા મોટી સંખ્યામાં મેળાના માણીગરો સૌરાષ્ટ્રભરમાંથી પહોંચ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ લોકોએ મેળાની મુલાકાત લીધી છે.




આ વખતે સમગ્ર રેસકોર્સ રિંગરોડ પર વાહન વ્યવહાર પ્રતિબંધિત કરી દેવામાં આવતાં, બહૂમાળી ભવન તથા ઓફિસર્સ ક્વાર્ટર આસપાસની શેરીઓમાં બેરીકેડ મૂકી દેવાતાં અને પાર્કિંગની વ્યવસ્થા દૂર હોવાથી મેળા સુધી પહોંચવા માટે ખાસ્સું ચાલવાની ફરજ પડી રહી છે.




કોરોનાકાળમાં બે વર્ષ બાદ રાજકોટનો લોકમેળો યોજાયો હોવાથી લોકોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ છે. રાજકોટમાં મેળો માણવા આવેલા લોકોએ સરકારી તંત્ર અને પોલીસની સુરક્ષાના વખાણ કર્યા છે. રાજકોટના લોકમેળાનો આવતીકાલે છેલ્લો દિવસ છે અને રવિવાર આવતો હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે તેવો અંદાજ છે.




મેળામાં વિવિધ રાઈડનો આનંદ માણતાં બાળકો




મેળામાં ટોય ટ્રેને બાળકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું છે.




 


આ પણ વાંચોઃ


અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયા બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે, જાણો હવે કઈ ગેરેન્ટી આપશે


Rajiv Gandhi Birth Anniversary : રાજીવ ગાંધીની જન્મજયંતિ પર PM મોદી સહિત અનેક દિગ્ગજ નેતાએ આપી શ્રદ્ધાજંલિ


Photos: દેશભરમાં ધૂમધામથી ઉજવાઈ જન્માષ્ટમી, અમિત શાહે અમદાવાદમાં કરી પૂજા અર્ચના


Somalia Attack: સોમાલિયાના મોગાદિશુમાં મોટો આતંકી હુમલો, 10 લોકોનાં મોત


Monkeypox: મંકીપોક્સ ટેસ્ટની પ્રથમ સ્વદેશી કિટ થઈ લોન્ચ, જાણો કોણે બનાવી


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા