રાજકોટઃ માનવતાને શર્મશાર કરતી ઘટના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગામડામા પ્રકાશમાં આવી છે. જનનીને લાંછન લાગે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વાત સાંભળીને પણ રુવાટા ઉભા થઇ જાય તેવો બનાવ સામે આવ્યો છે. એ દયાહીન માતા કેવી હશે કે તેને બાળકીને કપડામાં વીંટીને બાદમાં ધૂળ પણ નાખી દીધી હતી. જો કે રામરાખે તેને કોણ ચાખે આ કહેવત યથાર્થ સાબિત થઈ છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે બાળકીના શરીર પર ધૂળ છે. આ છતાં બાળકી બચી ગઈ છે. 


રાજકોટ જિલ્લામાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી છે. પડધરી તાલુકાના નાના ખીજડિયા ગામે તાજી જન્મેલી ફુલજેવી બાળકી મળી આવી છે. ખીજડિયા ગામની ડેમમાં સવારે જીવિત બાળક પડ્યું હતું. ખીજડિયા ગામના આગેવાન નવલસિંહ જાડેજા અને તેમના ભત્રીજા પ્રધુમનસિંહ જાડેજાએ પોલીસ અને 108 ને જાણ કરી હતી. સારવાર માટે બાળકીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. બાળકને તેની નાળ સાથે કપડામાં વીંટી દેવામાં આવ્યું હતું. બાળકને કપડાં પર ધૂળ નાખી ઢાંકી દેવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં NICU માં દાખલ કરી છે. 108ના ડિસ્ટ્રીકટ મેનેજરે કહ્યું બાળક હાલમાં સ્વસ્થ છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક ડોક્ટરો બાળકોની સઘન સારવાર કરી રહ્યા છે. 


ખીજડીયા ગામના ખેડૂતે સમગ્ર હકીકત જણાવી હતી. કઈ રીતે બાળકી મળી હતી, કેવી હાલતમાં મળી હતી અને તેમને કઈ રીતે ખબર પડી હતી. ત્યારબાદ 108 અને પોલીસ ને કઈ રીતે જાણ કરવામાં આવી હતી. કદાચ જો આ ખેડૂતને ખબર ન પડી હોત તો કદાચ બાળકી જીવિત ન હોત. ખીજડીયા ગામના ખેડૂત નવલસિંહ જાડેજા પોતાની એક વાડીથી બીજી વાડીએ જતા હતા. ત્યારે બાળકીનો રડવાનો અવાજ આવતા તેમને તાત્કાલિક બાઈક ઊભું રાખી દીધું હતું અને બાદમાં તેમના ભત્રીજા ને જાણ કરી હતી. તેમના ભત્રીજા પ્રદ્યુમનસિંહ જાડેજા એ પડધરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. 


બાળકીની એ નિષ્ઠુર માતા કેવી હશે કે, જે ફૂલની હજી નાળ પણ નથી પડી ને તેને ખાલી ડેમમાં ફેંકી દેવામાં આવી. ડેમની બાજુમાં આવેલ ખેડુતને જાણ ન થઈ હોત તો બાળકી બચી ન શકી હોત. જો કે તાત્કાલિક ખેડુતે તાત્કાલિક 108ને જાણ કરી દેતા બાળકીની સંઘન સારવાર શરૂ થઈ ગઈ હતી. બાળકીના ગણતરીની મિનિટોમાં તો સિવિલ હોસ્પિટલમાં NICU ના ખસેડવામાં આવી હતી. હાલ બાળકીની તબિયત સારી છે.