Rajkot News: હવે રાજકોટ શહેરમાં પણ દીપડાએ દેખા દીધી હોવાની ચર્ચા  છે. રાજકોટ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની આશંકા બાદ ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી છે. હાલમાં કોઇ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી નથી. તકેદારીના પગલે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો છે. દીપડો આવ્યાની વાત વહેતી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા આઠ દસ દિવસથી રાજકોટ નજીક દીપડાના ધામા છે.


ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજકોટની ભાગોળે આવેલા વાગુદડ ગામે દીપડાએ મારણ કર્યું હતું. અહીં બગીચા પાસે જ દીપડાએ મારણ કર્યું હતું. વાગુદડ ગામ ની સીમમાં ખેતર પાસે ભૂંડ પર દીપડો કુંદયો,ખેત મજૂર જોઈ જતા પરિવાર સાથે જીવ બચાવીને ભાગ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ દીપડાની શોધખોળ હાથ ધરી છે. અહી વન વિભાગે પાંજરા મૂકીને દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. દીપડાના આંટાફેરાની જાણ થતાં આર,એફ.ઓ,ફોરેસ્ટર,ટ્રેકર અને સરપંચ સહિતના લોકો દોડી ગયા હતા અને દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. રાજકોટના ઉપલેટા તાલુકમાં પણ મોજ નદી આસપાસ દીપડા આવી ચઢ્યો હતો. અહીં અનેક વાર ગ્રામજનોએ દીપડાને જોયો હતો. દીપડાના આ સ્થાનના વીડિયો પણ વાયરલ થયા છે. ઘટનાની જાણ થતાં આ વિસ્તારમાં પણ વન વિભાગે ઠેર ઠેર પાંજરા મૂકીને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી.


દેહગામના દેગામના કડજોદરા ગામે દીપડો ગામજનો માટે આફત બની ગયો છે. અહીં દીપડાએ  6 લોકો પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયાહતાછે.  છેલ્લા કેટલાક દિવસથી અહીં દીપડાના આટાફેરા વધી ગયા હતા. ગ્રામજનોએ વન વિભાગને આ મુદ્દે જાણ કરી હતી. વન વિભાગની ટીમે પણ દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. આ માટે પાંજરા મૂકવામાં આવ્યા છે. હુમલો કરી દિપડો એરંડાના ખેતરોમાં છુપાયો હોવાની માહિતી  ગ્રામજનો આપી હતી. દીપડાએ 6 લોકો પર હુમલો કરતા દેહગામ તાલુકાના ગામડામાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.


સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અનેકવિધ વિસ્તારોમાં દીપડાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે. હિંમતનગર, ઈડર વડાલી કે તલોદ ના ગ્રામ્ય વિસ્તારમાં લોકો દિપડાના ભયથી લોકો ડરી રહ્યા છે 21 ડિસેમ્બરે દીપડો મોઢુકા ગામની સીમમાં નજરે આવતા સ્થાનિક લોકોના મોટા ટોળાએ તેની પર હુમલો કર્યો હતો.