રાજકોટમાં 100 લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજીઓ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં 100 લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી. બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા અરજીઓ કરવામાં આવી હતી. છેલ્લા છ મહિનામાં રાજકોટમાંથી 100 અરજી કરવામાં આવી છે. અમુક અરજીઓ સામૂહિક પરિવારના ધર્મપરિવર્તન માટે કરવામાં આવી છે.


હિન્દુઓને ધર્મ પરિવર્તન કરાવવા માટે મિશનરી સંસ્થાઓ સક્રિય થઇ હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં રાજકોટ  શહેરમાં 100 જેટલી અરજીઓ થઇ છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં અનેક પ્રકારની અરજીઓ આવતી હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કલેકટર પાસે છેલ્લા ૬ મહિનામાં ધર્મ પરિવર્તન અંગે ૧૦૦ થી વધુ અરજીઓ આવી છે.


સુત્રોએ ઉમેયુ હતું કે દર મહિને નવી નવી અરજીઓ આવતી હોય છે, અરજીઓના સચોટ કારણો તપાસાયા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવે છે. હાલ પેન્ડિંગ અરજીઓ અંગે તંત્ર નિર્ણય લેશે. ૧૦૦ થી વધુ અરજીઓમાં બૌદ્ધ-ખ્રિસ્‍તી ધર્મ તથા અન્‍ય ધર્મો અપનાવવા અંગે સિંગલ કે પરિવારની અરજીઓ આવી છે.