Rajkot: રાજકોટમાં RTOની મોટી કાર્યવાહી સામે આવી છે, RTOએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ હતુ, આ દરમિયાન લગભગ 31 જેટલી બૉગસ ડ્રાઇવિંગો પકડાઇ હતી, ખાસ વાત છે કે, આ ડ્રાઇવિંગ સ્કૂલોના કોઇ નામ સરનામા ન હતા, અને માત્ર રસ્તાં પર જ આની કારો દોડતી હતી.


રાજકોટમાં RTO દ્વારા અચાનક ડ્રાઇવિંગ સ્કૂલ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 31 જેટલી ડ્રાઇવિંગ સ્કૂલો સરનામા વિનાની નીકળતા RTOએ સસ્પેન્ડ કરવાની નૉટિસ ફટકારવામાં આવી હતી. RTOની આ તપાસમાં સ્થળ પર જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ, જેમાં કોઇપણ ડ્રાઇવિંગ સ્કૂલની ઓફિસો જ ન હતી મળી, પરંતુ આ ડ્રાઇવિંગ સ્કૂલોની કારો માત્ર રસ્તાં પર જ દોડવાઇ રહી હતી. ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકોને 15 જૂન સુધીમાં દસ્તાવેજો સાથે આરટીઓમાં હાજર થવા આદેશો આપવામાં આવ્યા છે. 


રાજકોટમાં બીજેપી નેતાએ કર્યું ફાયરિંગ, પોલીસે અટકાયત કરતા અગ્રણીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશને


રાજકોટ: શહેરના સોરઠીયા વાડી સર્કલ નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. મંત્રી લખેલ ગાડીમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું છે. બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચા છે. પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોરઠીયાના પુત્ર યુવા ભાજપના મંત્રી કરણ સોરઠીયાએ ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. કયા કારણે ફાયરિંગ કરવામાં આવ્યું તે બાબતે ભક્તિનગર પોલીસે તપાસ શરુ કરી છે. ઘટનાની જાણ થતા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ સહિતના અગ્રણીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. નરેન્દ્ર ડવે કહ્યું કે, કરણ સોરઠીયા યુરીનલ કરવા માટે ગયા હતા ત્યારે યુરીનલ બંધ કરવામાં આવતું હતું. યુરીનલમાં રહેલા કર્મચારીઓ અને કરણ વચ્ચે બોલાચાલી થઈ અને કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. ભક્તિનગર પોલીસ દ્વારા કરણ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે.


GIDCમાં પ્લાસ્ટિકના કોથળામાંથી મળી યુવકની લાશ


સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદ્રા જીઆઈડીસી વિસ્તાર માંથી એક પ્લાસ્ટિકના કોથળામાંથી પોલીસને હત્યા કરાયેલી પુરુષની લાશ મળી આવી છે. મૃતક ઓડિશાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યા મૃતકની પત્ની અને દીકરીઓએ હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે.


પ્લાસ્ટિકના કોથળામાંથી ડી કમ્પોઝ થઈ ગયેલો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો
 
ગઈકાલે સાંજના સમયે માંગરોળ તાલુકાના પીપોદ્રા જી આઈડીસીમાં આવેલ વિશ્વકર્મા નગરમાં ખુલ્લા પ્લોટમાંથી અતિશય દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા એક પ્લાસ્ટિકના કોથળામાંથી ડી કમ્પોઝ થઈ ગયેલો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આસપાસ તપાસ કરતા મૃતક નજીક રહેતો મૂળ ઓડિશાનો પરેશ ઉર્ફે નરેશ હોવાનું બહાર આવ્યું હતું. નરેશ ઉર્ફે પરેશ પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે નજીકની જ બિલ્ડીંગમાં રહેતો હતો.